ફાળવણીમાં ભ્રષ્ટાચાર?: તપાસ માટે મ્હાડાની સમિતિ
મુંબઇ: પ્રધાનમંત્રી આવાસ યોજના રાજ્ય સરકારના ટેકનિકલ સલાહકાર વિભાગમાં વિવાદાસ્પદ નિમણૂકોની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ના ત્રણ અધિકારીઓની એક સમિતિની રચના કરવામાં આવી છે. કમિટીને તાત્કાલિક રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે.
રાજ્ય કક્ષાના ટેકનિકલ એડવાઈઝરી વિભાગમાં નકલી એન્જિનિયરો, મેનેજમેન્ટ ટ્રેઇની, કોમ્પ્યુટર શિક્ષકો અને ક્લાકેની નિમણૂક માપદંડ વિના કરવામાં આવી હોવા અહેવાલ સામે આવ્યો હતો. હાઉસિંગ મિનિસ્ટર અતુલ સાવેદે કહ્યું હતું કે, આ અંગે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ મ્હાડાએ તપાસ સમિતિની રચના કરી. મ્હાડાના ઉપાધ્યક્ષ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જયસ્વાલે કહ્યું કે તપાસ સમિતિના રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.