શિંદે-ઠાકરે જૂથના કાર્યકર્તાઓમાં ફેસબૂક પોસ્ટને પગલે વિવાદ દાદરમાં દશેરા રેલી પહેલાં જ વાતાવરણ ગરમ | મુંબઈ સમાચાર

શિંદે-ઠાકરે જૂથના કાર્યકર્તાઓમાં ફેસબૂક પોસ્ટને પગલે વિવાદ દાદરમાં દશેરા રેલી પહેલાં જ વાતાવરણ ગરમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિંદે જૂથે એક વર્ષ પહેલાં બળવો કરીને ભાજપ સાથે સત્તા સ્થાપન કરી હોવા છતાં હજી બંને જૂથો વચ્ચે નાની-મોટી વાતોમાં સંઘર્ષ થયા કરતો હોય છે. રવિવારે બંને જૂથના કાર્યકર્તા, શાખા પ્રમુખ અને ઉપશાખા પ્રમુખમાં સ્થાનિક સ્તરે વિવાદ થયો હોવાનું જોવા મળ્યું હતું.

દાદરમાં રવિવારે ફેસબૂક પર કરવામાં આવેલી ટિપ્પણીને પગલે થયો હતો. દાદરના ઠાકરે જૂથના ઉપશાખા પ્રમુખ સંદીપ પાટીલ અને શિંદે જૂથના વિભાગ સંઘટિકા પ્રિયા સરવણકર-ગુરવ વચ્ચે થયો હતો.

છત્રપતિ શિવાજી પાર્ક મેદાનમાં દશેરા રેલીનું આયોજન કરવા ઠાકરે જૂથ કટિબદ્ધ થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ આવી જ રીતે દશેરા રેલીના આયોજનને લઈને વિવાદ થયો હતો. આ વર્ષે પણ દાદરમાં શિવસેનાના ઠાકરે જૂથ અને શિંદે જૂથ દ્વારા રેલી માટે શિવાજી પાર્કમાં જગ્યા માગવામાં આવી હતી અને પછી શિંદે જૂથે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. આ બાબતે વિધાનસભ્ય સદા સરવણકરની પુત્રી અને શિંદે જૂથના વિભાગ સંઘટિકા પ્રિયા સરવણકર-ગુરવ દ્વારા એક ફેસબૂક પોસ્ટ નાખવામાં આવી હતી, જેના પર ઠાકરે જૂથના દાદરના શિવસેના શાખા ઉપપ્રમુખ સંદીપ પાટીલે મોડેથી આવેલું શાણપણ એવું લખીને ટિપ્પણી કરી હતી, જેને પગલે બંને જૂથો વચ્ચે સંઘર્ષ થયાનું જાણવા મળ્યું હતું.

સંબંધિત લેખો

Back to top button