Air Quality મોનિટરિંગ સ્ટેશનો પર બબાલ: સચોટ ડેટા માટે સેન્સર ઇન્સ્ટોલ કરવા પર ભાર | મુંબઈ સમાચાર

Air Quality મોનિટરિંગ સ્ટેશનો પર બબાલ: સચોટ ડેટા માટે સેન્સર ઇન્સ્ટોલ કરવા પર ભાર

મુંબઈ: મુંબઈમાં હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. પાલિકા પ્રશાસને પ્રદૂષણને અંકુશમાં લેવા માટે ઘણા પગલાં લીધા છે, પરંતુ હજુ સુધી તેનો ઉકેલ મળ્યો નથી. દરમિયાન, મહાનગરમાં સ્થાપિત એક્યુઆઇ મોનિટરિંગ સ્ટેશનોમાંથી પ્રાપ્ત ડેટા પર પણ પ્રશ્ર્નો ઊભા થઈ રહ્યા છે. સચોટ માહિતી મેળવવા માટે પાલિકા પ્રશાસને હવે એક્યુઆઇ(Air Quality Index) મોનિટરિંગ સ્ટેશનોના સ્થાન બદલવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ચોક્કસ એક્યુઆઇ માહિતી મેળવવા માટે સેન્સર ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકા માને છે કે એક્યુઆઇ મોનિટરિંગ સ્ટેશનને વાસ્તવિક અને સચોટ હવાની ગુણવત્તા માપવા માટે યોગ્ય સ્થાનો પર ઇન્સ્ટોલ કરવાની જરૂર છે.

પાલિકા અધિકારીઓના જણાવ્યા અનુસાર મશીનો ખોટી જગ્યાએ સ્થાપિત છે, તેથી તેમાંથી સાચો એક્યુઆઇ પ્રાપ્ત થતો નથી, જે એક્યુઆઇની સચોટ ગણતરીને અસર કરે છે. મુંબઈમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે પાલિકાએ માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં 27 નિયમોનો સમાવેશ થાય છે. પાલિકાનો પર્યાવરણ વિભાગ વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કામ કરી રહ્યું છે. પાલિકા અધિકારીઓએ તે જગ્યાઓનું નિરીક્ષણ કર્યું જ્યાં એર મોનિટરિંગ મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. તેમને જાણવા મળ્યું કે તેઓ ખોટી જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા, જેના કારણે હવાના પ્રદૂષણના માપન વધુ થાય છે.

Back to top button