શિંદેને ‘હિન્દુ હૃદયસમ્રાટ’ ગણાવતા વિવાદ
કાર્યકર્તાઓ મુખ્ય પ્રધાનને હિન્દુત્વનો અવાજ માને છે: મુનગંટીવાર
દેશમાં ફકત બે હિન્દુ સમ્રાટ, બાળ ઠાકરે અને સાવરકર: રાઉત
મુંબઇ: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ૨૩ નવેમ્બરે રાજસ્થાનની મુલાકાતે હતા. આ વખતે તેમણે ભાજપના ઉમેદવાર બાલામુકુંદાચાર્ય મહારાજની પ્રચાર સભામાં ભાગ લીધો હતો. બાલામુકુંદાચાર્ય મહારાજના પ્રચાર માટે સ્થાનિક ભાજપના અધિકારીઓ અને કાર્યકરો દ્વારા બેનરો પણ છપાવવામાં આવ્યા હતા. પરંતુ આ બેનરો પર છપાયેલું લખાણ હાલમાં વિવાદનું કારણ બની રહ્યું છે.
આ પ્રચાર સભા માટે વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલા બેનરો પર એકનાથ શિંદેનો ઉલ્લેખ ‘હિંદુ હૃદય સમ્રાટ’ તરીકે કરવામાં આવ્યો છે. જેને લઈને હાલમાં ઠાકરે જૂથ અને શાસકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ અંગે ઠાકરે જૂથે ભારે વાંધો ઉઠાવ્યો છે અને હવે ભાજપના સુધીર મુનગંટીવારે ખુલાસો કર્યો છે. આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, “જો એકનાથ શિંદેએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બાળાસાહેબ ઠાકરેના વિચારોની રક્ષા માટે આટલું મોટું પગલું ભર્યું હોય, તો કાર્યકર્તાઓ એવું વિચારે તે સ્વાભાવિક છે કે એકનાથ શિંદે હિન્દુત્વનો અવાજ છે. તેથી, જો તે ઉત્સાહમાં બેનર પર લખે છે, તો તેનું રાજકારણ કરવું ખોટું છ.
બીજી તરફ સંજય રાઉતે આ બાબતે આક્રમક વલણ અપનાવતાં કહ્યું કે, જો એકનાથ શિંદે હિંદુ હૃદય સમ્રાટ છે તો આપણે જોવાનું છે કે તેમણે શું મહાન કાર્ય કર્યું છે. આટલા વર્ષો સુધી અમે માનનીય હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે સાથે કામ કર્યું છે. મેં તેમનો સંઘર્ષ પણ જોયો. સત્તા માટે તેમણે ક્યારેય સમાધાન કર્યું નથી. આ દેશમાં માત્ર બે જ હિંદુ-હૃદય સમ્રાટ છે, પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની સાવરકર અને બીજા હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે. લોકોએ આ બંનેને આ ટાઇટલ એટલા માટે આપ્યું છે કારણ કે તેઓએ તેમનો સંઘર્ષ જોયો છે. ઉ