આમચી મુંબઈ

દેવનાર બસ ડેપોમાં કૉન્ટ્રેક્ટ પર રહેલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)માં કૉન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીઓ મંગળવારે ફરી હડતાલ પર ઊતરી પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

દેવનાર બેસ્ટ ડેપો મંગળવારે આખો દિવસ બંધ રહ્યો હતો. બેસ્ટની એક પણ બસ દિવસ દરમિયાન ડેપોમાંથી બહાર નીકળી નહોતી. મળેલ માહિતી મુજબ દેવનાર ડેપોમાં ડાગા એસએમપીટીએલ નામની ખાનગી કંપનીની ૯૨ ઍરકંડિશન્ડ બસ ગાડીઓ છે. આ બસના ડ્રાઈવર કૉન્ટ્રેક્ટ પર છે.

આ પણ વાંચો: ભારતની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર વસંતકુમારી

મંગળવારે બપોરના ડેપોની એક બસના ડ્રાઈવરની ડેપોના અધિકારી સાથે શાબ્દાકિ બોલાચાલી થયા બાદ વાત હાથા-પાઈ પર આવી ગઈ હતી. તેથી ડેપોમાં રહેલા તમામ ડ્રાઈવરોએ ભેગા થયા હતા અને એક પછી એક બસ ડેપોમાંથી બહાર કાઢવાનું બંધ કર્યું હતું. આ દરમિયાન દેવનાર ડેપોમાં રહેલા ડ્રાઈવરોએ પોતાની લાંબા સમયથી બાકી રહેલી માગણી પણ આગળ રજુ કરી હતી. સાંજના ડેપોમાં બસ લઈને આવેલા ડ્રાઈવરો પણ આ હડતાળમાં જોડાઈ ગયા હતા. રાતના મોડે સુધી તેમની માગણીઓ પર કોઈ ઉકેલ આવ્યો નહોતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button