મુંબઈ-ગોવા એક્સપ્રેસની સમીક્ષા કરતા એકનાથ શિંદે થયા લાલઘૂમ, આપ્યા આ આદેશો
મુંબઈ: ગણેશોત્સવ પૂર્વે મુંબઈ-ગોવા એક્સ્પ્રેસ-વેનું કામ પૂરું કરવાનો આદેશ આપતા પૂર્વે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ અક્સ્પ્રેસ-વેની સમીક્ષા કરી હતી. સમક્ષા દરમિયાન કોન્ટ્રેક્ટરોએ બેદરકારીપૂર્વક કરેલા કામોથી નારાજ શિંદેએ રાયગઢ જિલ્લાધિકારી અને પોલીસ સુપરિન્ટેન્ટન્ટને રેઢિયાળ કામ કરીને લોકોના જીવ જોખમમાં મૂકનારા કોન્ટ્રેક્ટરો વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: મુંબઈ-ગોવા હાઇ-વે પર લક્ઝરી બસમાં આગઃ ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી
રસ્તો બનાવનારા કોન્ટ્રેક્ટરો વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધવાનો આદેશ મુખ્ય પ્રધાન શિંદેએ પળસ્પેથી માણગાંવ દરમિયાનના રસ્તાના કામોની સમીક્ષા કરી ત્યારબાદ આપ્યો હતો.
અમુક કોન્ટ્રેક્ટરોની નિષ્ક્રિયતાના કારણે એક્સ્પ્રેસ-વેનું કામ અટકી પડ્યું છે. ગણેશોત્સવ દરમિયાન કોંકણ જાનારા ગણેશ ભક્તોને હાલાકી ન ભોગવવી પડે એ માટે જિઓ પોલિમર ટેક્નો પદ્ધતીથી ખાડાઓ ભરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
રેપિડ ક્વિક હાર્ડનર, ડીએલસી અને પ્રિકાસ્ટ પેનલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખાડાઓ ભરવાનું કામ શરૂ હોવાનું શિંદેએ જણાવ્યું હતું. ગણેશોત્સવ પૂર્વે મોટાભાગના ખાડાઓ પૂરી દેવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: મુંબઈ-ગોવા એક્સપ્રેસ વે પર ફ્લાયઓવર કડડડ ભૂસ…
એકનાથ શિંદેએ રસ્તાઓના કામની કરેલી સમીક્ષાથી પ્રભાવિત સિંધુદુર્ગ સંગઠનના પદાધિકારીઓ સહિતના લોકોએ તેમની પ્રશંસા કરી હતી. રસ્તા પર ઉતરીને પોતે સમીક્ષા કરીને ખાડાઓ પૂરવાનું કામ કરાવતા હોય તેવા શિંદે એ પહેલા જ મુખ્ય પ્રધાન હોવાનું કહી તેમણે પ્રશંસા કરી હતી.