આમચી મુંબઈ

કલ્યાણમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ડબલ ડેકર રોડનું નિર્માણ: શિંદે

કલ્યાણ: થાણે જિલ્લાના કલ્યાણ શહેરનો વિકાસ કરવા માટે અનેક જગ્યાએ નવા ફલાય ઓવર બ્રિજ અને રસ્તાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોની લોકસંખ્યામાં ઝડપથી વધારો થતાં ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ છે. કલ્યાણમાં ટ્રાફિકની સમસ્યાને કાયમી પણે દૂર કરવા માટે શીળફાટાથી કોન વચ્ચે ડબલ ડેકર રસ્તો નિર્માણ કરવામાં આવી રહ્યો છે એવી માહિતી રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કલ્યાણમાં એક કાર્યક્રમ દરમિયાન આપી હતી. કલ્યાણમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું હતું કે મુંબઈ અને ઉપનગરોના વિકાસમાં કલ્યાણ પણ એક મહત્ત્વનો ભાગ છે. જેથી કલ્યાણમાં વધુ સારી સગવડો અને સેવા આપવા માટે પ્રશાસન પ્રયત્ન કરી રહ્યું છે. શહેરમાં અનેક રસ્તા અને બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી થશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને બંધ કરવા માટે શીળફાટાથી કોન સુધી ડબલ ડેકર રસ્તાનું નિર્માણ કરવામાં આવશે, એવું શિંદેએ કાર્યક્રમનું સંબોધન કરતાં કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button