આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કોંગ્રેસે દલિતો અને મુસ્લિમોનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

શિરડી: કોંગ્રેસે દલિતો અને મુસ્લિમોનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો છે, ગરીબોને ગરીબ રાખવામાં આવ્યા હતા એવી ટીકા કરતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે કોંગ્રેસનું સૂત્ર ગરીબી હટાવવાનું હતું, પરંતુ તેમના કાર્યકાળમાં દેશમાં ગરીબો હટાવાયા છે, ગરીબી દૂર થઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા છે. શિંદેએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગરીબોના ઉત્થાન કરનારા નેતા તરીકે જોવામાં આવે છે.

એકનાથ શિંદે મહાયુતિના શીરડીના ઉમેદવાર સદાશિવ લોખંડેના પ્રચાર માટે આયોજિત જાહેરસભામાં બોલી રહ્યા હતા.


આ પણ વાંચો: આ તો બધા ખેડૂત પુત્રોનું અપમાન: ઉદ્ધવ ઠાકરેના નીચ વાળા નિવેદન પર એકનાથ શિંદેનો જવાબ

કેન્દ્ર સરકાર કાયમ ખેડૂતોની સાથે છે. સોયાબીન, કપાસના પાકને નુકસાન થયું છે. ખેડૂત જ્યારે મુશ્કેલીમાં આવશે, ત્યારે અમારી સરકાર ખેડૂતોની પડખે ઉભી રહેશે. તેઓને તડકે મૂકવામાં આવશે નહીં. આ અમારી સરકારનો દ્રઢ વિશ્ર્વાસ છે, એમ શિંદેએ કહ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે આપણે જાતિ આધારિત રાજકારણથી દૂર રહેવું જોઈએ. મેં મરાઠા આરક્ષણ આપવાના શપથ લીધા હતા. મરાઠા સમુદાયને અનામત આપતી વખતે કોઈપણ જૂથના આરક્ષણને અસર કર્યા વિના 10 ટકા આરક્ષણ આપવામાં આવ્યું હતું. કેટલાક લોકો આરક્ષણ રદ કરાવવા માટે કોર્ટમાં ગયા હતા. કેટલાક લોકોએ મરાઠા સમાજનો ઉપયોગ માત્ર રાજકારણ માટે કર્યો હતો. કેટલાક વિઘ્નસંતોષી લોકો રાજ્યમાં ફરી રહ્યા છે અને તેમનાથી આપણે સાવચેત રહેવાની આવશ્યકતા છે. આ લોકો ક્યારેય તમને કશું આપશે નહીં, પરંતુ તમને કશું મળી રહ્યું હશે તો તેને છીનવી લેવા માટે તત્પર હશે, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.


આ પણ વાંચો:
થાણેમાં એકનાથ શિંદેનું જોરદાર શક્તિપ્રદર્શન

10 વર્ષમાં એક પણ રજા ન લેનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું આખું જીવન દેશને સમર્પિત કરી દીધું છે. બીજી તરફ રાહુલ ગાંધી થોડી ગરમી થાય ત્યારે ઠંડી હવા માટે વિદેશ જાય છે અને ત્યાં ભારતને બદનામ કરે છે, એવી ટીકા તેમણે કરી હતી.

અમારી સરકાર રાજ્યમાં સર્વાંગી વિકાસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંથી પસાર થતા સમૃદ્ધિ હાઈવેનું ઉદ્ઘાટન કર્યું. સરકાર દ્વારા તેમને હિન્દુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે નામ આપવામાં આવ્યું કારણ કે આ બાળાસાહેબના વિચારોની સરકાર છે. મોદી માટે પણ શિરડી આસ્થાનું સ્થાન છે અને પછી તમારે જંગી બહુમતીથી એક સાંસદને શિરડીથી મોકલવો પડશે. તેમણે કહ્યું હતું કે નેવાસા અને શિંગણાપુર યાત્રાધામના વિકાસમાં ભંડોળની ખોટ રહેવા દેવામાં આવશે નહીં, એમ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button