દિશાની કથિત હત્યા મામલે મહાયુતીએ કરેલી આ તપાસનું શું થયું?: કૉંગ્રેસનો સવાલ

મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂત સહિતના સેલિબ્રિટીની મેનેજર દિશા સાલિયનના મૃત્યુનો કેસ હાલમાં મહાારષ્ટ્રમાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે. પાંચેક વર્ષ પહેલાની આ ઘટનાએ ફરી રાજકીય ગરમાવો સર્જ્યો છે કારણ કે દિશાના પિતાએ કોર્ટમાં અરજી કરી આ કેસની ફરી તપાસ કરવાની માગણી કરી છે અને સાથે તેમાં પૂર્વ કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરેનું નામ પણ જોડ્યું છે. આદિત્ય સામે ફરી આક્ષેપો થતા આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારે કૉંગ્રેસના નેતા સચિન સાવંતે ટ્વીટ કરી ફડણવીસ સરકારને ઝાટકી છે અને અગાઉ આ મામલે થયેલી તપાસના અહેવાલો માગ્યા છે.
આ પણ વાંચો: દિશા સાલિયન કેસ ખૂલતા મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલ થવાના એંધાણ…
आता दिशा सालीयनच्या मृत्यूची चौकशी सीबीआय मार्फत करण्यात यावी अशी मागणी करणारी याचिका दिशाच्या पालकांनी केली आहे. या संदर्भात नोव्हेंबर २०२० मध्ये उच्च न्यायालयाने एका पुनीत कौर दांडा या याचिकाकर्त्याने सीबीआय चौकशीची केलेली मागणी फेटाळून लावली होती. मध्ये सुशांत सिंह राजपूत… pic.twitter.com/wmTksvzXPT
— Sachin Sawant सचिन सावंत (@sachin_inc) March 20, 2025
આ કેસમાં અગાઉ થયેલી તપાસનું શું?
કૉંગ્રેસના નેતાઓ ટ્વીટ કરી જણાવ્યું હતું કે હવે દિશાના માતા-પિતાએ અરજી દાખલ કરીને દિશા સાલિયાનના મૃત્યુની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની માંગ કરી છે. આ સંદર્ભમાં, નવેમ્બર 2020 માં, હાઇકોર્ટે પુનીત કૌર દાંડા નામના એક અરજદાર દ્વારા CBI તપાસની માંગને ફગાવી દીધી હતી. એવા અહેવાલો હતા કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ કરનાર સીબીઆઈએ દિશા સાલિયાનના મૃત્યુ સંદર્ભે કંઈ જ અજુગતું કે શંકાસ્પદ ન થયું હોવાના અહેવાલને મંજૂરી આપી હતી, પરંતુ બાદમાં ભાજપના દબાણ હેઠળ તેને પછીથી નકારી કાઢ્યો હતો. પરંતુ ડિસેમ્બર 2023 ના રોજ, રાજ્ય સરકારે આ મામલાની ફરીથી તપાસ કરવા માટે એડિશનલ પોલીસ કમિશનરની આગેવાની હેઠળ એક SIT ની રચના કરી હતી. આજે લગભગ 15 મહિના પછી પણ તેમનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: દિશા સાલિયન મૃત્યુ પ્રકરણ ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેને પોલીસની નોટિસ
હવે એસઆઈટી તપાસને મામલે જવાબ આપવાને બદલે મહાયુતિના નેતાઓએ ફરી વાત ઉખેડી છે. પાલઘર સાધુ હત્યાકાંડની તપાસ સીબીઆઈને સોંપ્યાને લગભગ બે વર્ષ વીતી ગયા છે, હજુ પણ કંઈ મળ્યું નથી. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે ચાર વર્ષની CBI તપાસ બાદ પણ મોતનું કારણ બહાર નથી આવ્યું. તેથી ભાજપની રાજનીતિનું નીચું સ્તર લોકો સામે આવી રહ્યું છે. કોઈના પણ ચારિત્ર્યને બદનામ કરવા માટે આ લોકો કોઈપણ સ્તરે જાય છે. હાલમાં સતત આક્ષેપો કરી રહેલા મંત્રીને પણ SIT દ્વારા પુરાવા આપવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તપાસ અધિકારીની બદલીની જ માંગણી કરી નાખી હતી. સાવંતે એમ પણ કહ્યું કે દિશાના માતા-પિતા માટે અમને સહાનુભૂતિ છે.