કૉંગ્રેસના નેતાની ઈઝરાયલ સાથેના વ્યાપારને બંધ કરવાની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નસીમ ખાને બુધવારે એવી માગણી કરી હતી કે કેન્દ્ર સરકારે ઈઝરાયલ સાથેના દ્વિપક્ષી વ્યાપારને બંધ કરવાની માગણી કરી હતી.
મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ નસીમ ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ માગણી કરી છે.
ભારતે તત્કાળ ઈઝરાયલ સાથેના બધા જ દ્વિપક્ષી વ્યાપારી સંબંધો બંધ કરી દેવા જોઈએ. ભારતમાં વસતા કરોડો શાંતીપ્રિય લોકોની લાગણીઓનું સન્માન કરવા જેવી વાત છે, એમ તેમણે પોતાના પત્રમાં
લખ્યું છે.
જવાહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયીથી લઈને મનમોહન સિંહ સુધીના બધા જ વડા પ્રધાનોના કાર્યકાળ દરમિયાન ભારતીય સરકારે પેલેસ્ટાઈનના લોકો અને નેતૃત્વ સાથે સારા સંબંધો રાખ્યા છે અને માનવતાના ધોરણે તેમની સાથે ઊભા રહ્યા છીએ, એમ પણ તેમણે પત્રમાં લખ્યું છે.