કોંગ્રેસે 14 ઉમેદવાર જાહેર કર્યાં, અંધેરી અને ઔરંગાબાદના ઉમેદવાર બદલ્યા…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડી (એમવીએ)એ જાહેર કરેલી ફોર્મ્યુલા પછી પણ બેઠકોની વહેંચણીમાં ખેંચતાણ વચ્ચે રવિવારે કોંગ્રેસે વધુ એક યાદી બહાર પાડીને 14 ઉમેદવાર જાહેર કરીને અત્યાર સુધીના બધા જ ફોર્મ્યુલાનો છેદ ઉડાડતાં 99 ઉમેદવારો જાહેર કરી નાખ્યા છે. બાકીના પક્ષોને અને નાના સાથી પક્ષોને હવે કેટલી બેઠકો લડવા માટે મળે છે તેના પર બધાનું ધ્યાન રહેશે. વધુમાં નારાજ સમાજવાદી અને અન્ય પક્ષો કેટલું નુકસાન પહોંચાડી શકે છે તે પણ જોવાનું રહેશે.
આ પણ વાંચો : શરદ પવારે જાહેર કરી ત્રીજી યાદી, સ્વરા ભાસ્કરના પતિને મળી મુંબઈની બેઠકની ટિકિટ
કોંગ્રેસ પાર્ટીમાં જ ઉમેદવારોમાં બેઠકોની ફાળવણી મુદ્દે નારાજ અંધેરીના ઉમેદવાર સચિન સાવંતને સ્થાને અશોક જાધવને ટિકિટ આપી છે. મુંબઈની સીટ સિવાય અમળનેરની સીટ પરથી ડો. અનિલ શિંદે, ઉમરેડ (એસસી)-સંજય નારાયણરાવ મેશ્રામ, અરમોરી (એસટી)-રામદાસ મસરામ, ચંદ્રપુર (એસસી)-પ્રવીણ નાનાજી પડવેકર, બલ્લારપુર-સંતોષસિંહ રાવત, વરોરા-પ્રવીણ સુરેશ કાકડે, નાંદેડ-પૂર્વ-અબ્દુલ સત્તાર અબ્દુલ ગફૂર, ઔરંગાબાદ-પૂર્વથી મધુકર દેશમુખના સ્થાને લહુ એચ. શેવાળે, નાલાસોપારાથી સંદીપ પાંડે, શિવાજીનગરથી દત્તાત્રેય બહિરાટ, પુણે કેન્ટોન્મેન્ટ (એસસી)થી રમેશ આનંદરાવ ભાગવે, સોલાપુર-દક્ષિણથી દિલીપ બ્રહ્મદેવ માને અને પંઢરપુરથી ભાગીરથ ભાલકેને ટિકિટ આપી છે. આમ કોંગ્રેસ કુલ મળીને 99 ઉમેદવાર જાહેર કર્યાં છે.
આ પણ વાંચો : Assembly Election: MVA અને મહાયુતિ માટે બાકી સીટની ફાળવણી માટે કપરા ચઢાણ, જાણો કેટલી જાહેર કરવાની રહી?