આમચી મુંબઈ

થાણે સ્ટેશનના પુલ પરની ગિરદીની સમસ્યા ઉકેલાઈ

કલ્યાણ અને મુંબઈ તરફના રાહદારી પુલનું ઉદ્ઘાટન

થાણે: થાણે રેલવે સ્ટેશનના રાહદારી પુલ પર થતી ગિરદી હવે ઓછી થવાની છે. મુંબઈ સમાચારે ૨૯મી ફેબ્રુઆરીએ તેના છેલ્લા પાને પ્રકાશિત કરેલા અહેવાલ બાદ રેલવે પ્રશાસન હરકતમાં આવ્યું હતું.
શુક્રવારે રેલવે સ્ટેશન પરના પૂર્વ-પશ્ર્ચિમને જોડતા કલ્યાણ અને મુંબઈ તરફના બંને રાહદારી પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આને કારણે ધસારાના સમયે થતી ભીડમાંથી રસ્તો કાઢીને લોકલ ટ્રેન પકડવાના ત્રાસમાંથી પ્રવાસીઓને રાહત મળશે. થાણે પૂર્વ-પશ્ર્ચિમ તરફ આવવા જવા માટેનો માર્ગ હવે મોકળો થઇ ગયો છે.

થાણે પૂર્વ અને પશ્ર્ચિમને જોડતા થાણે પાલિકાનો રાહદારી પુલ જોખમી થઇ ગયો હોવાથી રેલવે પ્રશાસને ૨૮મી મે, ૨૦૧૯ના રોજ તેને તોડી નાખ્યો હતો. આને કારણે મધ્ય રેલવેએ નાગરિકોને રાહદારી પુલનો ઉપયોગ કરવાની સવલત આપી હતી. જોકે પ્રવાસીઓને વધતી જતી સંખ્યાને જોતાં આ રાહદારી પુલ પૂરો નહોતો પડતો. પાલિકાએ થાણે સ્ટેશનના કલ્યાણ અને મુંબઈ તરફના નવા રાહદારી પુલ અને મુંબ્રા ખાતે રાહદારી પુલ એમ કુલ ત્રણ પુલ માટે રૂ. ૨૪ કરોડનું ભંડોળ આપવાનું રેલવેને મંજૂર કર્યું હતું. જોકે ભંડોળના અભાવે આ બંને પુલનું કામ થંભી ગયું હતું.

ગર્ડર બેસાડવા માટે ત્રણ વાર મેગાબ્લોક હાથ ધરાયો હતો
મધ્ય રેલવેના ચીફ મેનેજર રજનીશ ગોયલ સાથે આ અંગે સ્થાનિક નેતાએ ચર્ચા કરી હતી. ત્યાર બાદ પ્રશાસને પુલ પર ગર્ડર બેસાડવાના કામને ઝડપી બનાવ્યું હતું અને આ માટે ત્રણ વાર મેગાબ્લોક હાથ ધરવામાં આવ્યો હતો. જોકે પ્લેટફોર્મ પર ઊતરવા માટેનું એસ્કેલેટરનું કામ અધૂરું રહી ગયું છે. જોકે શુક્રવારે આ બંને રાહદારી પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…