મહાયુતિની બેઠકોની વહેંચણીમાં ગુંચવાડો ભાજપની ફોર્મ્યુલા શિંદે અને અજિત પવાર બંનેને અમાન્ય
મનસેની એન્ટ્રી અને થાણે પર ભાજપના દાવાને કારણે વધુ ગુંચવાયું કોકડું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ૧૯ એપ્રિલથી મહારાષ્ટ્રમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે અને હવે તેને એક મહિનાનો પણ સમય બચ્યો નથી છતાં મહાયુતીમાં મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીનું કોકડું ઉકેલાતું નથી. આને કારણે રાજ્યના મતદારો ભારે વિમાસણમાં પડ્યા છે.
આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીની જે ફોર્મ્યુલા દિલ્હીમાં ફાઈનલ થઈ છે તે મુજબ ભાજપ ૩૦, એકનાથ શિંદેની શિવસેનાને ૧૩ અને અજિત પવારને પાંચ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ એકનાથ શિંદે અને અજિત પવાર બંનેને આ ફોર્મ્યુલા માન્ય નથી. વચ્ચે ભાજપ ૨૯-૩૦, શિંદે ૧૩-૧૪ અને પવાર પાંચ બેઠક પર લડે એવો પણ વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ મિત્રપક્ષોને તે પણ માન્ય નથી. એનસીપીના અજિત પવાર જૂથના સુનીલ તટકરે
ભાજપના ઉમેદવારને લઈને કાર્યકર્તાઓ પ્રધાન સામે બાખડ્યા
એનસીપીના કાર્યકર્તાને સાથે લઈને ફરતા હોવાનો આક્ષેપ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે આંતરિક ખટપટો પણ સામે આવી રહી છે. જળગાંવના રાવેર મતદારસંઘના ઉમેદવાર રક્ષા ખડસે સામે ભાજપના કાર્યકર્તાઓની નારાજગી હવે સ્પષ્ટ રીતે બહાર આવી રહી છે. મહારાષ્ટ્રના પ્રધાનની સામે જ ઉમેદવાર અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હોવાનો બનાવ બન્યો હતો.
ભાજપે મહારાષ્ટ્રના ૨૩ ઉમેદવાર જાહેર કર્યા છે અને ક્યાંય હજી સુધી નારાજગી કે બળવાખોરી જોવા મળી નથી, પરંતુ રાવેર
કંગના રણૌત પછી વધુ એક અભિનેત્રીનું નામ ચર્ચામાં
શિંદે સેના તરફથી મુંબઈમાં ઉમેદવારી મળવાની શક્યતા
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ભાજપે જાણીતી અભિનેત્રી કંગના રણૌતને ઉમેદવારી આપ્યા બાદ હવે મુંબઈમાંથી શિંદે સેના એક જાણીતી મરાઠી અભિનેત્રીને ઉમેદવારી આપવાનું વિચારી રહી છે. જોકે, હજી સુધી આ અભિનેત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
અહીં ઉલ્લેખનીય છે કે અત્યારે મુંબઈની છ લોકસભામાંથી ભાજપના ત્રણ, શિંદે સેનાના એક અને ઠાકરે સેનાના બે નેતા છે. વાયવ્ય મુંબઈની બેઠક પર ઠાકરે સેનાના ગજાનન કિર્તીકરના સ્થાને તેમના પુત્ર અમોલ કિર્તીકરને ઉમેદવારી આપવાનું વિચારી રહી છે, ત્યારે આ બેઠક પરથી તગડો ઉમેદવાર આપીને બેઠક કબજે કરવાની મંશા શિંદે સેના ધરાવી રહી છે.
આ બેઠક પર ચૂંટણી લડવા માટે શિંદે સેના જાણીતા ફિલ્મ અભિનેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય ગોવિંદા સાથે વાટાઘાટો કરી