દેશવ્યાપી જાતિ વસ્તી ગણતરી કરો: છગન ભુજબળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અજીત પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સિનિયર નેતા છગન ભુજબળે ગુરુવારે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણીને ટેકો આપ્યો હતો.
પત્રકારો સાથે વાત કરતા ભુજબળે કહ્યું હતું કે અન્ય પછાત વર્ગો (ઓબીસી)ને તેમની અનામત માટે કોર્ટમાં લડવું પડે છે.
‘અમને અમારી અનામત મળવી જોઈએ. હાલમાં પણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં અમારા ક્વોટાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં અટવાયેલો છે,’ એમ નાસિક જિલ્લાના યેવલા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યના અગ્રણી ઓબીસી નેતા ભુજબળે કહ્યું હતું.
આ પણ વાંચો: રાહુલ ગાંધી શા માટે જાતિ આધારિત વસ્તી ગણતરીનો આગ્રહ રાખે છે? તેલંગણાનો અહેવાલ આપી રહ્યો છે જવાબ
‘જાતિ આધારિત વસ્તી ગણતરી કરો,’ એમ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાને કહ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોથી વિપક્ષ કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણી કરી રહી છે અને કહ્યું છે કે તે તેમની વસ્તી અનુસાર બધાને સમાન તકો મળી રહે તે સુનિશ્ર્ચિત કરશે.