ઈસ્ટર્ન-વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની સાથે જ સર્વિસ રોડ અને જંકશનનું પણ કૉંક્રીટીકરણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે સર્વિસ રોડ, સ્લિપ રોડ અને જંકશન પર હવે મુંબઈ મહાનગરપાલિકાએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને હવે આ તમામ રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રોજેકટની અંદાજિત કિંતમ આશરે ૧,૫૦૦ કરોડ રૂપિયા છે. કૉંક્રીટાઈઝેશનનું કામ બે વર્ષમાં પૂરું થવાની શક્યતા છે તેને કારણે રસ્તાનું આયુષ્ય તો વધશે પણ રસ્તાઓ વધુ સલામત અને સુરક્ષિત પણ બનશે.
ખાડાઓનો મુદ્દો ઉકેલવા માટે પાલિકાએ રોડ કૉંંક્રીટાઈઝેશનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ગયા વર્ષે પહેલા તબક્કામાં ૬,૦૮૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ પાંચ કંપનીઓને આપ્યો હતો, બીજા તબક્કામાં વધારા ૬,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કામ આગળ વધારવામાં આવવાનું છે. જોકે જાન્યુઆરી ૨૦૨૩ સુધી પ્રોજેક્ટ ચાલુ જ થયો નહોતા. ત્યારથી અત્યાર સુધી માત્ર ૩૦ ટકા કૉંક્રીટાઈઝેશન પૂરુ થયું છે.
આ દરમિયાન પાલિકાએ મંગળવારે સર્વિસ રોડ અને જંકશનના કૉંક્રીટાઈઝેશન માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અમે ઘણા સર્વિસ રોડ અને સ્લિપ રોડની ઓળખ કરી છે, જેનો ઉપયોગ મોટર-વે પર જવા અને બહાર નીકળવા માટે વાહનો દ્વારા કરવામાં આવે છે, જેની હાલત ખરાબ છે. આ રસ્તાઓને તાત્કાલિક સમારકામની આવશ્યકતા છે. અમે રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશન કરી રહ્યા હોવાથી તેમાં હવે સર્વિસ રોડનો પણ સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. પ્રોજેક્ટમાં સ્લિપ રોડ અને જંકશનની ગુણવત્તા અને ટકાઉપણું સુનિશ્ર્ચિમ કરીને ૧૦ વર્ષની લાઈબિલીટી પણ આવરી લેવામાં આવશે.
Also Read –