આમચી મુંબઈ

હજુ શુક્રવાર સુધી સ્વેટર-મફલર તમારે પહેરવા પડશેઃ જાણો મુંબઈના હવામાન વિશે મહત્વની અપડેટ

મુંબઇઃ ફરી એક વાર મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઘટી ગયું છે અને ભારે ઠંડી પડી રહી છે. રાજ્યના ઘણા શહેરોનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે, જ્યારે મુંબઈ મહાનગરનું તાપમાન 14 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. હવામાન નિષ્ણાતોએ માહિતી આપી હતી કે શુક્રવાર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે, પરંતુ શુક્રવાર બાદ તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં શુક્રવાર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. મુંબઈ મહાનગરમાં લઘુત્તમ તાપમાન 12 થી 14 રહેશે. મંગળવારે સવારે મુંબઈ સહિત કોંકણમાં લઘુત્તમ તાપમાન સરેરાશ કરતા નીચું હતું. મુંબઈમાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સરેરાશ કરતાં 2 ડિગ્રી ઓછું હતું. શુક્રવાર સુધી મુંબઈ સહિત સમગ્ર કોંકણ મહારાષ્ટ્રમાંઠંડીનો અહેસાસ થશે. 11 જાન્યુઆરીથી ઠંડીની અસર થોડી ઓછી થશે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

Also read: મુંબઈગરાને ઠંડી માટે હજી રાહ જોવી પડશે!!

જોકે, મુંબઇમાં રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળતો હોવા છતાં દિવસભર તો લોકો ગરમીથી બેહાલ જ થતાં હોય છે. આને ઠંડીની સિઝન ગણવી કે ગરમીની સિઝન એ જ તેઓ સમજી નથી શકતા. આવી ઠંડી-ગરમીની ઋતુને કારણે લોકોના આરોગ્ય પર પણ અસર પડી રહી હોવાનું આરોગ્ય નિષ્ણાતો જણાવે છે. આ ઠંડીના કારણે અસ્થમા, શ્વસન સંબંધી બિમારીઓ અને રોગોથી પીડાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. રાતની કડકડતી ઠંડીના કારણે થીજી ગયેલા નાગરિકો તાપણાનો સહારો લઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button