આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઇગરાઓ સ્વેટર, મફલર માળિયે ના ચઢાવતા, હજી ઠંડી વધશે…

દેશના ઉત્તરના મોટાભાગના રાજ્યોમાં હાલમાં તીવ્ર ઠંડીનુ મોજું ચાલી રહ્યું છે. તેની સીધી અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં વધારો થયો છે. રાજ્યના વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. દરમિયાન, ઉત્તરીય મેદાનની જેમ, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીએ પહોંચી ગયું છે. કેટલીક જગ્યાએ વરસાદ પણ પડ્યો છે. ફરી એકવાર તાપમાન ઘટશે અને વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કોંકણમાં 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો : કોહલી-અનુષ્કા મુંબઈની સફરે, ગેટવે ઑફ ઇન્ડિયા પર પહોંચ્યા બાદ…

મરાઠવાડામાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. મરાઠવાડાના છત્રપતિ સંભાજી નગરમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અહીં પણ ઠંડીનું જોર વધ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી અહીં ઠંડી પડી રહી છે. વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં ફરી એક વાર તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધશે, તેમ જ વરસાદ પણ પડશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં અનેક જગ્યાએ ફરીથી ઠંડી પડવા માંડી છે. ધુલેમાં રવિવારે 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે રાજ્યમાં આકાશ સ્વચ્છ રહેશે અને આવતીકાલથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધવાની સંભાવના છે.

આ પણ વાંચો : IIT બોમ્બેના કેમ્પસમાં ફરતો જોવા મળ્યો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ

મહિનાઓની રાહ જોયા બાદ પ્રશાંત મહાસાગરમાં લા-નીનો સક્રિય બન્યુ તો છે, પણ તે ઘણું નબળું છે. તેથી ભારતના કે વૈશ્વિક હવામાન પર લા નીનોની અસર કંઇ ખાસ થવાની શક્યતા નથી. લા-નીનો માર્ચ મહિનાના અંત સુધી સક્રિય રહેશે.
દેશભરના હવામાનની વાત કરીએ તો દિલ્હીમાં હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હિમાચલ પ્રદેશના શિમલા, સ્પિતિ ખીણ અને અન્ય વિસ્તારોમાં ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button