આમચી મુંબઈ
‘અભય યોજના’ને ઠંડો પ્રતિસાદ બે લાખ મુંબઈગરાઓએ પાણીનું બિલ ભર્યું જ નથી!
મુંબઈ: કોરોનાનો દોર ચાલતો હતો ત્યારે મુંબઈગરાઓને રાહત મળે એ માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી અભય યોજનાને મુંબઈગરાઓનો ઠંડો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં ફક્ત ૧,૭૦,૩૬૩ લોકોએ જ અભય યોજનાનો લાભ લીધો હોવાનું હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડાઓ ઉપરથી જણાયું છે.
આંકડાઓ મુજબ પાણીના બિલની ૯૭૫ કરોડ રૂપિયાની ચુકવણી હજી સુધી મુંબઈગરાઓએ કરી નથી. પાલિકાના નિયમ અનુસાર બિલની ચુકવણી ન કરવા પર દર મહિને બાકી રકમના બે ટકાનો દંડ ફટકારવામાં આવે છે અને દંડની રકમ લાગુ કર્યા બાદ બિલ વસૂલવામાં આવે છે.
જોકે, વધારાની રકમ ન ભરવી પડે એ માટે ૨૦૨૦ની સાલમાં પાલિકાએ અભય યોજના શરૂ કરી હતી.
આ યોજના અંતર્ગત બાકી રકમથી થોડી ઓછી અથવા તો આશરે રકમ ભરવા ઉપર મુંબઈગરાઓને ઉપરની દંડની રકમ ભરવાથી મુક્તિ આપવામાં આવતી હતી.