આમચી મુંબઈ

ઠંડી-ગરમી-વરસાદ મુંબઈમાં ઋતુનો ત્રેવડો માર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ એકતરફ ધગધગતી ગરમીનો સામનો કરી રહ્યું છે ત્યારે શુક્રવારે સવારના અચાનક મુંબઈના અનેક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટાં પડ્યા હતા. અચાનક આવી પડેલા વરસાદથી મુંબઈગરા આશ્ર્ચર્યચકિત થઈ ગયા હતા.

શુક્રવારે વહેલી સવારના દક્ષિણ મુંબઈ સહિત અંધેરી, બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ અને બોરીવલી, દહીસર, પવઈ, મુલુંડ જેવા અનેક વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. મુંબઈને અડીને આવેલા કલ્યાણ, થાણે, પાલઘરમાં પણ મધ્યમથી હળવો વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાના
કહેવા મુજબ કેરળથી છેક કોંકણના આકાશમાં હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો હોવાથી શુક્રવારે મુંબઈના અનેક વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો.

મુંબઈમાં હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે ત્યારે અચાનક આવી પડેલા વરસાદને કારણે ગરમીમાં થોડી રાહત થઈ હતી અને તાપમાન થોડું નીચે ઉતર્યું હતું.

મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં તાપમાનનો પારો ઉપર ગયો છે, જેમાં સૌથી વધુ તાપમાન વિદર્ભના યવતમાળમાં ૩૯.૨ ડિગ્રી જેટલું નોંધાયું હતું. બ્રહ્મપુરીમાં ૩૯.૦ ડિગ્રી,તો વાશીમમાં ૩૮.૨ ડિગ્રી અને મધ્ય મહારાષ્ટ્રના જળગાંવમાં ૩૭.૮ ડિગ્રી, સોલાપુરમાં ૩૮.૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button