આમચી મુંબઈ

લોકસભાની ચૂંટણી માટે પાંચમી માર્ચથી આચારસંહિતા લાગુ?

મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અને અન્ય તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઇ ગઇ છે ત્યારે રાજ્યમાં આચારસંહિતા ક્યારથી લાગુ થશે એની ચર્ચા પણ ચાલુ છે. તેનો જવાબ આપતા મહારાષ્ટ્ર રાજ્યના વસ્ત્ર ઉદ્યોગ ખાતાના પ્રધાન તેમ જ ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટીલે પાંચમી માર્ચની આસપાસ આચારસંહિતા લાગુ કરવામાં આવી શકે, એમ કહ્યું છેે. થોડા દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી ૧૦૦ દિવસમાં થશે એવું નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી પણ તૈયાર કરવામાં આવી છે. માલેગાંવના પ્રવાસે ગયેલા ચંદ્રકાંત પાટીલને બેઠક યોજી હતી તેમાં તેમણે આચારસંહિતા ક્યારથી લાગુ કરાશે એ વિશે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે જો હું ચોક્કસ તારીખ કહીશ તો એવું પૂછાશે કે પહેલાથી જ તારીખ તમને કેવી રીતે ખબર પડી ગઇ? એટલે પાંચમી માર્ચની આસપાસ આચારસંહિતા લાગુ કરવામાં આવી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button