સિએરા લિયોનથી આવેલા ભારતીય પાસેથી ₹ ૪૦ કરોડનું કોકેઇન જપ્ત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સિએરા લિયોનથી આવેલા ભારતીય પાસેથી ₹ ૪૦ કરોડનું કોકેઇન જપ્ત

મુંબઈ: સિએરા લિયોનથી આવ્યા બાદ મુંબઈની હોટેલમાં રોકાયેલા ભારતીય નાગરિક પાસેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) રૂ. ૪૦ કરોડનું કોકેઇન જપ્ત કરવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ડીઆરઆઇની ટીમે મળેલી માહિતીને આધારે મુંબઈ એરપોર્ટ નજીક આવેલી હોટેલમાં સોમવારે તપાસ કરી હતી અને આરોપીની બેગમાંથી ડ્રગ્સના બે પેકેટ જપ્ત કર્યા હતા. આથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
સિએરા લિયોનથી ફ્લાઇટમાં છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા પ્રવાસીઓમાંનો એક પ્રવાસી ડીઆરઆઇના રડાર પર હતો અને ડીઆરઆઇને શંકા હતી કે તેણે ભારતમાં નશીલા પદાર્થની દાણચોરી કરી છે. અનેક પ્રયાસ બાદ શકમંદને ઓળખી કાઢવામાં આવ્યો હતો અને તેને એરપોર્ટ નજીક આવેલી હોટેલમાંથી તાબામાં લેવાયો હતો. આરોપી હોટેલની જે રૂમમાં રોકાયો હતો, ત્યાં જઇને તપાસ કરાઇ હતી અને બેગમાંથી કોકેઇન જપ્ત કરવામાં આવ્યું હતું. ડીઆરઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી પાસેના પ્રવાસ દસ્તાવેજો સૂચવે છે કે તેણે પશ્ર્ચિમ આફ્રિકન દેશથી મુંબઈની મુસાફરી દરમિયાન આ બેગ સાથે રાખી હતી. દરમિયાન આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. ઉ
આરોપીની ઓળખ બાલા વેંકટ નાયડુ તરીકે થઇ હોઇ તે જે ડ્રગ સિન્ડિકેટ સાથે સંકળાયેલો હતો તેના સભ્યોની શોધ ચલાવવામાં આવી રહી છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button