આમચી મુંબઈ

મુંબઈગરા માટે આવ્યા Good News, હવે આટલા કલાક ખુલ્લો રહેશે Coastal Road, જાણી લો ફાયદામાં રહેશો…

મુંબઈ: જ્યારથી બહુ પ્રતિક્ષિત Coastal Road મુંબઈગરા માટે ખુલ્લો મુકાયો છે, ત્યારથી જ તે કોઈને કોઈ કારણસર ચર્ચામાં ચોક્કસ રહે છે. હવે આ જ Coastal Roadને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને મળી રહેલી માહિતી પ્રમાણે આ Coastal Road હવે 16 કલાક સુધી ખુલ્લો રહેશે, જેને કારણે મુંબઈગરાનો પ્રવાસ વધુ ઝડપી બનશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે. આવો જોઈએ શું હશે નવા ટાઈમિંગ્સ…

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બુધવારથી જ લોટસ જંક્શન તરીકે પ્રસિદ્ધ રજની પટેલ ચોકના એન્ટ્રી પોઈન્ટથી Coastal Roadની દિશામાં જનારા કેરેજ પરની અવર જવરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર અનુસાર હવે વાહનચાલકો Coastal પર અઠવાડિયાના સાતેય દિવસ અને દિવસના 16 કલાક પ્રવાસ કરી શકશે. આખું અઠવાડિયું વાહનચાલકો અમરસન ગાર્ડનથી એન્ટ્રી અને મરીન ડ્રાઈવથી એકઝિટનો સમય સવારના સાતથી રાતે 11 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે.


આ પહેલાં આ સમય સવારે 8થી રાતના 8 સુધીનો હતો. જયારે વીક એન્ડ પર એટલે કે શનિવાર અને રવિવારે આ રૂટ પર પ્રવાસ કરવાની પરવાનગી નહોતી આપવામાં આવી.

ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળે એ માટે કોન્ટ્રાકટર દ્વારા સમય વધારવાની માંગણી કરવામાં આવી હતી. આ માગણી અનુસાર હવે વાહનચાલકો અઠવાડિયાના સાતેય દિવસ 16 16 કલાક Coastal Road પરથી પ્રવાસ કરી શકશે પણ વરલીના બિંદુ માધવ ઠાકરે જંક્શનથી પ્રવાસ કરનાર વાહનચાલકો માટે હજી પણ સમય સવારે 8થી સાંજે પાંચ વાગ્યા સુધીનો જ રાખવામાં આવ્યો છે.


આવી હશે સ્પીડ લિમિટ…
Coastal Road પર પ્રવાસ કરવા માટેની સ્પીડ લિમિટ પણ નક્કી કરવામાં આવી છે. આ નક્કી કરવામાં આવેલી સ્પીડ લિમિટ પ્રમાણે જો રસ્તો સીધો હશે તો કલાકના 80 કિમી, ટનલમાં પ્રતિ કલાક 60 કિમી અને વળાંકવાળા વિસ્તારમાં 40 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે.આ રોડ પર ભારે વાહનો, મિક્સર, ટ્રેલર તેમ જ માલ સામાનની હેરફેર કરતા વાહનોને પ્રવેશવા પર પ્રતિબંધ છે. જ્યારે બેસ્ટ, એસટી, દિવ્યાંગજનના થ્રી વ્હીલર સ્કૂટર, ટુ વ્હીલર, બાઈક, સાઇકલ વગેરે સાથે પ્રવાસ કરી શકાશે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker