આમચી મુંબઈ

Coastal Road નજીકની જમીનની બિલ્ડરોને લ્હાણી?ભાજપે Aditya Thackeray ઉપર મૂક્યો ગંભીર આરોપ

મુંબઈઃ રેસકોર્સ તેમ જ કોસ્ટલ રોડના કારણે ઊભી થયેલા 300 એકર જમીન પર કોઇપણ પ્રકારનું વ્યાવસાયિક બાંધકામ ઊભું કરવાને બદલે મુંબઈગરાઓના કારણે ખુલ્લી જગ્યાનું નિર્માણ અને સુશોભિકરણ કરવાનો નિર્ણય હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. જોકે આ પહેલાની એટલે કે ઉદ્ધવ ઠાકરેની સરકાર દ્વારા કોસ્ટલ રોડની બાજુની ખાલી જગ્યા બિલ્ડરોને આપવાની યોજના હોવાનો આરોપ ભાજપ દ્વારા મૂકવામાં આવ્યો છે.

ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેમ જ પર્યાવરણ ખાતાના તત્કાલિન પ્રધાન આદિત્ય ઠાકરે આ જગ્યા બિલ્ડરોને આપવાની વેતરણમાં હોવાનો ગંભીર આરોપ ભાજપે મૂક્યો છે. આ બાબતે તપાસ કરવામાં આવે, તેવી માગણી પણ ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ એડ્વોકેટ આશિષ શેલારે કરી છે.

શેલારે દાવો કર્યો હતો કે કોસ્ટલ રોડ તૈયાર કરતા વખતે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે નવી ઊભી થનારી ખુલ્લી જગ્યાનો ઉપયોગ કોઇપણ વ્યવસાયિક બાંધકામ માટે ન કરવાની શરત મૂકી હતી અને રાજ્ય સરકાર આ શરત લેખિતમાં મંજૂર કરે તેમ જણાવ્યું હતું. જોકે એ વખતના પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્યા ઠાકરેએ કેન્દ્રીય પર્યાવરણ ખાતાને આ શરત મંજૂર હોવાનું લેખિતમાં આપ્યું નહોતું. જેને પગલે કેગ(કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા) દ્વારા પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. લેખિતમાં શરત મંજૂર ન કરવા પાછળ શું સ્વાર્થ હતો? આ ખુલ્લી જગ્યાની લ્હાણી બિલ્ડરોને કરાની યોજના હતી કે શું તેની મુખ્ય પ્રધાન દ્વારા તપાસ કરવામાં આવે, તેવી માગણી શેલારે કરી હતી.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button