આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની બહેન પછી દીકરી માટેની યોજના નીતિ આયોગની બેઠકમાં મોટી જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર લાડલી બહેન યોજના શરૂ કરવામાં આવી તેને જે રીતે પ્રતિસાદ મળી રહ્યો છે તેને જોઈને હવે દીકરીઓ માટે તિજોરી ખોલી નાખવાનો નિર્ણય એકનાથ શિંદે દ્વારા લેવામાં આવી રહ્યો છે. રાજ્યમાં દીકરીઓને કેજીથી પીજી સુધીનું મફત શિક્ષણ આપવાનો વિચાર છે.

રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નીતિ આયોગની બેઠકમાં આ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. તેમણે મુખ્યમંત્રી લાડકી બહીન યોજનાની સાથે રાજ્યમાં નમો મહિલા સાક્ષરતા યોજનાના અમલીકરણનો ઉલ્લેખ કર્યો હતો.

લાડકી બહેન યોજનાનો વિરોધ કરનારાને અજિત પવારનો જવાબ

એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ અંતર્ગત દર મહિને રૂ. 1500 એટલે કે દર વર્ષે કુલ રૂ. 18000 2.5 કરોડ મહિલાઓના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવશે. રાજ્યમાં કન્યાઓને કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત આપવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના પરભણી જિલ્લામાં ઉચ્ચ શિક્ષણના સપનાં જોનાર વિદ્યાર્થીએ આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી લીધી ત્યારે જ રાજ્ય સરકારે આ દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો હતો, એવી માહિતી તેમણે પત્રકારોને આપી હતી.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થોડા દિવસ પહેલાં પણ આ યોજનાની વાત કરી હતી અને હવે તેને રાજ્યમાં લાગુ કરવાની વાત કરી છે. આ યોજના હેઠળ રાજ્યના ગરીબ પરિવારોની કન્યાઓને 100 ટકા શિક્ષણ અનુદાનની રકમ આપવામાં આવશે. જેથી કરીને તે કોઈપણ આર્થિક સંકડામણ વિના પોતાનો અભ્યાસ કરી શકે. અત્યાર સુધી આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગરીબ પરિવારોની વિદ્યાર્થિનીઓને 50 ટકા શિક્ષણ અનુદાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીનીઓ આર્થિક સંકડામણના કારણે અભ્યાસ પૂર્ણ કરી શકતી નથી તેમને હવે રાજ્ય સરકારે 50 ટકા શિક્ષણ ગ્રાન્ટને બદલે 100 ટકા શિક્ષણ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે.

શિંદેની લાડકી બહેન યોજના સામે કોંગ્રેસ લઈ આવશે આ યોજના…

મહારાષ્ટ્ર સરકારની આ યોજના હેઠળ રાજ્યના ગરીબ પરિવારોની દીકરીઓ પ્રથમ ધોરણથી ઉચ્ચ શિક્ષણ સુધી મફત શિક્ષણ મેળવી શકે છે. આ યોજના ગરીબ વિદ્યાર્થીનીઓને માટે જ છે. તેમાં ઓબીસી, ઈડબ્લ્યુએસ અને એસઈબીસીની વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે જેમની પારિવારિક વાર્ષિક આવક રૂ. 8 લાખથી ઓછી હોય. રાજ્યની લગભગ 20 લાખ વિદ્યાર્થીનીઓ અને દીકરીઓને આ યોજનાનો લાભ મળવાની અપેક્ષા છે. આ યોજનામાં સરકારે રાજ્યની 800થી વધુ મેડિકલ કોલેજો અને એન્જિનિયરિંગ કોલેજોનો સમાવેશ કર્યો છે. જ્યાં વિદ્યાર્થિનીઓને મફત શિક્ષણ આપવામાં આવશે.
નીતિ આયોગની બેઠકમાં એકનાથ શિંદેએ એમ પણ કહ્યું હતું કે હાલમાં મહારાષ્ટ્રમાં જીડીપી વૃદ્ધિ દર 8.7 ટકા છે. તેને 15 ટકા સુધી લઈ જવાની યોજના છે. મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય છે જેણે તેની કૃષિ પેદાશોની નિકાસ નીતિની જાહેરાત કરી છે. રાજ્યએ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ને અંતિમ સ્વરૂપ આપ્યું છે.

શિંદેએ એવી પણ માહિતી આપી હતી કે બે દિવસ પહેલા મહારાષ્ટ્રમાં ડુંગળી મહાબેંકની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પરમાણુ ટેકનોલોજી પર આધારિત હશે અને 10 લાખ ટન ડુંગળીની સંગ્રહ ક્ષમતા સાથે ડુંગળીની શેલ્ફ લાઇફ વધારવામાં મદદ કરશે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker