આમચી મુંબઈ

ઔરંગઝેબની કબર મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે આપ્યું નવું નિવેદન, કબર સંરક્ષિત પણ…

મુંબઈઃ લોકોને મુગલ શાસક ઔરંગઝેબ ગમે કે ન ગમે, પણ તેની કબર એક સંરક્ષિત સ્મારક છે, પરંતુ તેનો મહિમા ગાવાની કોઇને પણ પરવાનગી નથી, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું.

નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં ફડણવીસે કહ્યું હતું કે કાયદાના કાર્યક્ષેત્રની બહારના સ્મારકોને દૂર કરવા જોઇએ. આપણને ઔરંગઝેબ ગમે કે ન ગમે, પણ તેનું સ્મારક સંરક્ષિત છે. તેમ છતાં કોઇ તેનો મહિમા ગાવા બેસી જાય તેની પરવાનગી આપવામાં આવશે નહીં.

છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલ્તાબાદ શહેરમાં આવેલી 17મી શદીની ઔરંગઝેબની કબર દૂર કરવા જમણેરી સંસ્થાઓ દ્વારા ઘણા સમયથી માગણી કરવામાં આવી રહી છે. ચાલુ મહિનાની શરૂઆતમાં આ મુદ્દે જ નાગપુરમાં જોરદાર હિંસા થઇ હતી જેમાં ઘણા પોલીસ પણ ઘાયલ થયા હતા.

નવી શિક્ષણ નીતિ-2020ની ટીકા કરતો કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીના આર્ટિકલને ફગાવી દેતા ફડણવીસે દાવો કર્યો હતો કે કેન્દ્ર તેનો ઉપયોગ સાંપ્રદાયિક શિક્ષણ માટે કરી રહ્યો છે.

આપણે શિક્ષણનું ભારતીયકરણ કરી રહ્યા છે. અંગ્રેજોએ ભારતીયોને નબળા બનાવવા માટે શિક્ષણ નીતિ બનાવી હતી. શિક્ષણના ભારતીયકરણને કોઇ પણ દેશભક્ત સમર્થન આપશે. સોનિયા ગાંધીએ પણ આ અંગે અભ્યાસ કરીને આ શિક્ષણ નીતિને સમર્થન આપવું જોઇએ, એમ ફડણવીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો : ઔરંગઝેબ વિવાદ વચ્ચે RSSનું મોટું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button