રાજ્ય સરકારના એક નિયમને કારણે CM Eknath Shindeએ બદલાવ્યું પોતાનું નામ…

મંત્રાલયમાં Chief Minister Eknath Shindeની કેબિનની બહાર લગાવવામાં આવેલી નેમ પ્લેટ બદલાઈ ગઈ છે અને હવે આ નવી નેમ પ્લેટ પર તેમનું નામ બદલીને Eknath Gangubai Sambhaji Shide એ રીતે લખવામાં આવ્યું છે. રાજ્ય સરકારના એક નિર્ણયને કારણે મુખ્ય પ્રધાન શિંદેએ પોતાની નેમ પ્લેટમાં ફેરફાર કર્યો છે અને આ નવી નેમ પ્લેટ લગાવતાં જ કર્મચારીઓ અને અધિકારીઓ જોવા માટે પહોંચ્યા હતા. મંત્રાલયમાં આવનાર-જનારા લોકો માટે આ ઉત્સુકતાનો વિષય બની ગયો હતો.

મંત્રાલયના છઠ્ઠા માળ પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઓફિસ આવેલી છે અને એની બહાર તેમના નામની નેમ પ્લેટ લગાવવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા પિતાના નામની સાથે સાથે માતાનું નામ લગાવવાનું પણ ફરજિયાત કર્યું હોવાથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ આ નિર્ણયની અમલબજાવણી કરવાનું નક્કી કર્યું હતું.
રાજ્યના મહિલા અને બાલ કલ્યાણ ખાતાનાં પ્રધાન અદિતી તટકરેએ રજૂ કરેલાં પ્રસ્તાવની અમલબજાવણી કરીને હવેથી નાગરિકોએ સરકારી દસ્તાવેજો પર પિતાની સાથે સાથે માતાનું નામ પણ લખવું ફરજિયાત કરવાનો ઐતિકહાસિક નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. આ નિર્ણયની શરુઆત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે પોતાનાથી કરવાનું નક્કી કર્યું હતું.


મુખ્ય પ્રધાને આપેલા આદેશ પ્રમાણે આજથી જ તેમની મંત્રાલયમાં આવેલી કેબિન બહાર લગાવવામાં આવેલી નેમ પ્લેટમાં ફેરફાર કરવામાં આવ્યું હોઈ તેમનું નામ એકનાથ ગંગુબાઈ સંભાજી શિંદે એ રીતે લખવામાં આવ્યું છે. એ જ રીતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ દેવેન્દ્ર સરિતા ગંગાધરરાવ ફડણવીસ અને અજિત પવારની નેમ પ્લેટ અજિત આશાતાઈ અનંતરાવ પવાર એમ પોતાની નેમ પ્લેટમાં ફેરફાર કર્યા છે.
સમાજમાં માતા-પિતા બંનેના યોગદાનની નોંધ લેવામાં આવે એ હેતુથી જ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સીએમઓ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું.