આમચી મુંબઈમહારાષ્ટ્ર

સિંધુદુર્ગ પ્રતિમા મુદ્દે હવે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ માગી માફી અને કહ્યું…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
સિંધુદુર્ગમાં રાજકોટ કિલ્લા ખાતે ઊભી કરાયેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટનાના પડઘા આખા મહારાષ્ટ્રમાં પડી રહ્યા છે અને આ મુદ્દે રાજકારણ ગાજી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભાવુક અપીલ કરીને શિવરાયના નામે રાજકારણ ન કરવા વિનંતી કરી હતી.

‘સો વાર માથું નમાવી માફી માંગુ છું, છત્રપતિ શિવાજી મહારાજ આપણી અસ્મિતા’: એકનાથ શિંદે

છત્રપતિ શિવાજી મહારાજ મહારાષ્ટ્ર જ નહીં, આખા દેશની અસ્મિતા હાઇ તેમના નામે રાજકારણ ન કરવાનું જણાવતા એકનાથ શિંદેએ વિરોધ પક્ષોને છત્રપતિ શિવાજી મહારાજ સદ્બુદ્ધી આપે એવી પ્રાર્થના પણ કરી હતી.

તેમણે કહ્યું હતું કે મહાયુતિના ઘટક પક્ષો શિવસેના, ભાજપ અને એનસીપી માટે છત્રપતિ શિવાજી મહારાજ અસ્મિતાનો વિષય છે અને તેમાં અને કોઇ રાજકારણ નથી લાવતા. અન્ય લોકોએ પણ આ મુદ્દે રાજકારણ કરવું ન જોઇએ.

એક નહીં, સો વખત શીષ નમાવી માફી માંગુ છું
શિંદેએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને જે બન્યું તે બદલ માફી માગતા કહ્યું હતું કે હું શિવાજી મહારાજના ચરણે માથું નમાવીને એક વખત નહીં, પરંતુ સો વખત માફી માગું છું. છત્રપતિ શિવાજી મહારાજ આપણા સહુની અસ્મિતા છે, આપણા દૈવત(દેવતાસમાન પૂજ્ય) છે. તેમને આદર્શ માનીને જ અમે લોકો રાજ્યનો કારભાર સંભાળીએ છીએ. એટલે હું તેમની સમક્ષ નતમસ્તક થાવ છું. વિરોધકોને તે સદ્બુદ્ધી આપે. આ વિષયમાં રાજકારણ ન લાવવું જોઇએ.

વધુ ભવ્ય અને વિશાળ પ્રતિમા શોભશે
મહારાષ્ટ્રના દૈવત શિવાજી મહારાજની અસ્મિતા ફરી સ્થપાશે તેમ જણાવતા શિંદેએ જણાવ્યું હતું કે શિવાજી મહારાજની પ્રતિમા જે સ્થળે હતી એ સ્થાને વધુ ભવ્ય અને વિશાળ પ્રતિમા ઊભી કરવામાં આવશે. કિલ્લાના પરિસરને સંરક્ષિત કરવાની માગણી નૌકાદળના અધિકારીઓએ કરી છે એ મુજબ સંપૂર્ણ પરિસરને સંરક્ષિત કરાશે. આ માટે બુધવારે બેઠક યોજીને આઇઆઇટીની ટેક્નિકલ ટીમ, એન્જિનિયરો, નૌકાદળના અધિકારીઓ ધરાવતી બે સમિતિ પણ નિમવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો