આમચી મુંબઈટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

તો શું સદા સરવણકર માહિમ બેઠક પરથી ઉમેદવારી પાછી લેશે?

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે. વરલી બેઠક બાદ હવે તમામની નજર મુંબઈના માહીમ મતદારક્ષેત્ર પર છે. મુંબઈના માહીમ મત વિસ્તારમાં ત્રિપાંખીયો જંગ છે. અહીં શિંદે સેના vs ઠાકરે સેના vs MNS(મહારાષ્ટ્ર નવનિર્માણ સેના-મનસે) નો જંગ જોવા મળશે. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને માહીમ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. શિંદે સેના તરફથી વર્તમાન વિધાનસભ્ય સદા સરવણકરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી એવું સાંભળવા મળી રહ્યું છે કે સદા સરવણકર પીછેહઠ કરશે. હાલમાં જ મુખ્યપ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસ સ્થાન વર્ષા ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી, જેમાં સદા સરવણકરને મહત્વના આદેશો આપવામાં આવ્યા આવ્યા હતા.

મુખ્ય પ્રધાન શિંદેના નિવાસ સ્થાને સદા સરવણકર અને એકનાથ શિંદેની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સદા સરવણકરના પુત્ર સાધન સરવણકર પણ હાજર રહ્યા હતા. મધ્ય રાત્રિએ યોજાયેલી આ બેઠકમાં સદા સરવણકરને માહિમ બેઠક પરથી ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમને તેમનું નોમિનેશન ફોર્મ પાછું લેવાનું જણાવવામાં આવ્યું છે અને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમની સાથે ક્યાંય કોઇ અન્યાય નહીં થાય, પણ આ સમય યુતી ધર્મનું પાલન કરવાનો છે.

Also Read – કોંગ્રેસે અંધેરી વેસ્ટમાંથી ઉમેદવાર બદલ્યો, સચિન સાવંતની જગ્યાએ અશોક જાધવને મેદાનમાં ઉતાર્યા, પાંચ વખત કોર્પોરેટર રહી ચૂકેલા મોહસીન ખાન નારાજ

નોંધનીય છે કે મનસેના અમિત ઠાકરે પ્રથમ વાર ચૂંટણી લડી રહ્યા છે. રાજ ઠાકરેના પુત્ર સામે ઉમેદવાર ઊભો નહીં રાખીને શિંદે ઠાકરે ખાનદાનના ચિરાગને જીતાડવા માગે છે, એમ લાગી રહ્યું છે. અગાઉ જ્યારે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પ્રથમ વાર વિધાન સભાની વરલી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા ત્યારે મનસેએ તેમની સામે કોઇ ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો.
માહિમ વિધાનસભા મતવિસ્તાર શિવસેનાના ગઢ તરીકે ઓળખાય છે. આ મતવિસ્તાર હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. મહા વિકાસ આઘાડીમાં ઠાકરે જૂથ તરફથી મહેશ સાવંતને ટિકિટ આપવામાં આવી છે.

હવે રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે માટે થઇને સદા સરવણકર પીછેહઠ કરશે કે નહીં એ જોવું મહત્વપૂર્ણ રહેશે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker