સાયન ફ્લાયઓવર બંધ થતાં આવતીકાલથી આ સમસ્યા થશે શરુ

મુંબઈઃ મુંબઈનો ઐતિહાસિક સાયન રોડઓવર બ્રિજ (ROB) આવતીકાલથી તમામ ટ્રાફિક માટે બંધ રહેશે, જેથી ટ્રાફિક જામમાં વધારો થશે. સાયન ફ્લાયઓવર બંધ થતા પૂર્વ-પશ્ચિમની મુસાફરી કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન થવાના સંકેતો છે.
સેન્ટ્રલ રેલવેના સાયન રેલવે સ્ટેશન પર ૧૧૨ વર્ષ જૂના બ્રિટિશ જમાનાના ફ્લાયઓવર પર ટૂંક સમયમાં જ હથોડો પડશે. આગામી બે વર્ષમાં પુલનું પુનઃનિર્માણ કરવાનું પણ લક્ષ્ય છે. પરંતુ ધારાવીની શાળાના વિદ્યાર્થીઓને આની અસર થશે. ધારાવીના ઘણા બાળકોની શાળાઓ શિવ, માહિમ, માટુંગા, દાદર વિસ્તારોમાં આવેલી છે.
આ પણ વાંચો: ‘લાડકી’ બહેનો બનશે ‘અન્નપૂર્ણા’: લાભાર્થીઓને વર્ષમાં ત્રણ ગેસ મફત આપવાની જાહેરાત
શિવ શિક્ષણ સંસ્થા, ડી.એસ. હાઈસ્કૂલ, એસ.આઈ. ઈ.એસ કોલેજ ઓફ આર્ટસ સાયન્સ એન્ડ કોમર્સ, ગુરુ નાનક કોલેજ ઓફ આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ, સાયન મ્યુનિસિપલ હાઈસ્કૂલ જેવી ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાયન વિસ્તારમાં આવેલી છે, તેથી ઘણા વિદ્યાર્થી તેમના માતા-પિતા સાથે બાઇક દ્વારા,તો ઘણા સ્કૂલ બસમાં મુસાફરી કરતા હોય છે. પરંતુ પુલ બંધ થતા તેમણે વૈકલ્પિક માર્ગથી મુસાફરી કરવી પડશે તેમ જ ટ્રાફિક જામ થવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ સમયસર શાળાએ પહોંચવા માટે જલ્દી ઘરેથી નીકળવું પડશે.
બેસ્ટના કુલ ૨૩ બસ રૂટ પણ પ્રભાવિત થશે અને ફ્લાયઓવરનું પુનઃનિર્માણ ન થાય ત્યાં સુધી બદલાયેલા રૂટ પર બસ ચાલશે. સાયન ફ્લાયઓવર પરથી દરરોજ દોઢ લાખથી વધુ વાહનો પસાર થાય છે.
આ પણ વાંચો: Alert: વરસાદના બ્રેક પછી હવે રાજ્યમાં આ કેસમાં વધારો
ફ્લાયઓવર બંધ થતાં આ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. ધારાવીમાં વાહનોને ૬૦ અને ૯૦ ફૂટ રોડ પર વાળવામાં આવશે તેમ જ અન્ય વૈકલ્પિક માર્ગો પર પણ ટ્રાફિક જામ થવાની સંભાવના છે.