મુંબઈના રસ્તાઓ ખાલી કરો, હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરો: જરાંગે-પાટીલે મરાઠા આંદોલનકારીઓને આપ્યા આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે-પાટીલે સોમવારે આંદોલનકારીઓને બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવા અને રસ્તાઓ પર ફરીને મુંબઈના લોકોને તકલીફ ન આપવાનો આદેશ આપ્યો હતો.
હાઇકોર્ટે પ્રદર્શનકારીઓના વર્તન પર ઠપકો આપ્યાના થોડા કલાકો પછી તેમણે પ્રદર્શનકારીઓને ફક્ત નિયુક્ત પાર્કિંગ વિસ્તારોમાં જ તેમના વાહનો પાર્ક કરવાની અપીલ કરી હતી.
‘હાઈકોર્ટના આદેશોનું પાલન કરો. મુંબઈવાસીઓને તકલીફ ન પહોંચાડો. રસ્તાઓ પર ફરશો નહીં, નિયુક્ત વિસ્તારોમાં વાહનો પાર્ક કરો. જે લોકો મારી વાત સાંભળવા માગતા નથી તેઓ તેમના ગામડે પાછા ફરી શકે છે,’ એમ જરાંગેએ સોમવારે રાત્રે તેમના ભૂખ હડતાળના સ્થળ આઝાદ મેદાન ખાતે એક સભાને સંબોધતા કહ્યું હતું.
નબળા અવાજમાં, ક્વોટા નેતાએ પ્રદર્શનકારીઓને સંબોધતા પાણી પીવું પડ્યું. જરાંગેએ પુનરોચ્ચાર કર્યો કે મરાઠાઓને ઘઇઈ શ્રેણી હેઠળ અનામત મળે પછી જ તેઓ મુંબઈ છોડશે. હું નથી ઇચ્છતો કે મારી જાતિ પર આરોપ મૂકવામાં આવે. હું તમારા અને તમારા બાળકો માટે ખૂબ પીડા અને વેદનામાંથી પસાર થઈ રહ્યો છું. જો તમે આવી રીતે વર્તો છો, તો પછી (આંદોલનનો) શું ઉપયોગ?’ એમ તેમણે કહ્યું હતું.
જસ્ટિસ રવિન્દ્ર ઘુગે અને ગૌતમ અંકડની બેન્ચે એક ખાસ સુનાવણીમાં જણાવ્યું હતું કે વિરોધીઓ આઝાદ મેદાન – આંદોલન માટે નિયુક્ત સ્થળ – પર રહ્યા નથી અને દક્ષિણ મુંબઈના ઘણા મહત્વપૂર્ણ વિસ્તારોને અવરોધિત કર્યા છે.
‘પરિસ્થિતિ ગંભીર છે અને મુંબઈ શહેર વ્યવહારીક રીતે સ્થગિત થઈ ગયું છે,’ એમ કોર્ટે કહ્યું હતું.
જરાંગેએ કહ્યું કે તેમણે હાઈકોર્ટનો આદેશ વાંચ્યો નથી, પરંતુ તેના નિર્દેશોનું પાલન કરવામાં આવશે.
‘મને ખાતરી છે કે ન્યાયતંત્ર અમને ન્યાય આપશે,’ એમ પણ તેમણે કહ્યું હતું.
આ મુદ્દાને ઉકેલવા માટે ચર્ચા કરવા માટે કોઈ હોવું જોઈએ તેવું નિવેદન આપ્યા પછી તેમણે ફરી એકવાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું હતું.
‘હું અહીં બેઠો છું. શું તમારી પાસે પગ નથી? તમે અહીં આવી શકતા નથી? કોઈ બહાના ન આપો,’ એમ તેમણે કહ્યું હતું.
જરાંગેએ કહ્યું કે મરાઠાઓ ઓબીસી જૂથ હેઠળ અનામતને પાત્ર છે, કારણ કે તેઓ અને કુણબી જાતિઓ સમાન છે.
‘અમે અમારા વલણ પર અડગ છીએ. હું છગન ભુજબળને મહત્વ આપતો નથી,’ એમપણ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો…આંદોલનકારીઓની બેસ્ટની બસમાં તોડફોડ: પ્રવાસીઓ સાથે મારપીટ