આમચી મુંબઈ

મુંબઈના રેલવે સ્ટેશનના સ્વચ્છતા ગૃહોની સફાઈની જવાબદારી સુધરાઈની: મુખ્ય પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ શહેર અને ઉપનગરના તમામ રેલવે સ્ટેશન પર આવેલા સ્વચ્છતાગૃહોની સાફસફાઈની જવાબદારી હવે મુંબઈ મહાનગરપાલિકાની રહેશે. મુખ્ય પ્રધાને મુંબઈના દરેક ભાગની સ્વચ્છતાની જવાબદારી સંભાળતી પાલિકાને માથે હવે રેલવે સ્ટેશનના શૌચલાયની સફાઈની જવાબદારી પણ સોંપી દીધી છે.

ગુરુવારે મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષામાં થયેલી બેઠકમાં મુંબઈ શહેરની સ્વચ્છતા, પ્રદૂષણ જેવા ગંભીર મુદ્દા પર ચર્ચા કરી હતી. એ સમયે મુંબઈના રેલવે સ્ટેશન પર આવેલા સ્વચ્છતાગૃહની સફાઈને મુદ્દે પણ ચર્ચા હતી.

લગભગ ૧૦૮ સ્ટેશનના માધ્યમથી લાખો મુંબઈગરા ઉપનગરીય રેલવેથી દરરોજ પ્રવાસ કરે છે. પ્રવાસીઓ દ્વારા રેલવે સ્ટેશન પરના સ્વચ્છતાગૃહનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્વચ્છતાગૃહ સ્વચ્છ રહે તે માટે અને નિરંતર તેની સાફસફાઈ થતી રહે તે માટે પાલિકાએ આગળ આવીને રેલવે પ્રશાસનને સહકાર્ય કરવાનું રહેશે. મુંબઈના દરેક ભાગમાં સ્વચ્છતાનું કામ ઝુંબેશ
તરીકે હાથ ધરવાનો નિર્દેશ મુખ્ય પ્રધાને આપ્યો હતો. એ સાથે જ મુંબઈના મુખ્ય રસ્તા, ફૂટપાથ, ચોક જેવા ઠેકાણે નિયમિત સાફ કરવા માટે વધારાનું મનુષ્યબળ તહેનાત કરવાની સૂચના પણ તેમણે આપી હતી.

મુંબઈ સ્વચ્છ અને સુંદર કરવા માટે ઝુંબેશ સ્વરૂપમાં કામ કરતા સમયે દરેક વિસ્તારના રસ્તા, ફૂટપાથ, ગટર સાફ કરવા માટે દરરોજ ૫૦થી ૧૦૦ કામગાર સાફસફાઈનું કામ કરે છે તેવા ઠેકાણે અન્ય વિસ્તારના કામગાર બોલાવીને સાધારણ રીતે એક હજાર કામગાર તરફથી તે વિસ્તારની સફાઈ કરાવી લેવાનો નિર્દેશ પણ મુખ્ય પ્રધાને પાલિકાને આપ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે