પાણીને મુદ્દે પાણીપત: બે જૂથ વચ્ચેની અથડામણમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા…
મુંબઈ: કૂવામાંથી પાણીના સપ્લાયને મુદ્દે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે ચાર ઘવાયા હોવાની ઘટના ધારશિવ જિલ્લાના એક ગામડામાં બની હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ખેડૂતોને ડ્રોનની ખરીદી માટે મળશે સબસિડી, શું થશે ફાયદો?
યેરમળા પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની રાતે વાશી તહેસીલના બાવી ગામમાં બની હતી. આરોપી અને મૃતકો દૂરનાં સગાંસંબંધી છે અને તેમની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
કહેવાય છે કે કૂવામાંથી ખેતરમાં પાણી સપ્લાય કરવાને મુદ્દે બે જૂથ વચ્ચે વિવાદ થયો હતો. સામસામે આવી ગયેલા બન્ને જૂથના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી વાત હુમલા સુધી પહોંચી હતી.
આ હુમલામાં જખમી સાત જણને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જેમાંથી ત્રણને તબીબે મૃત જાહેર કર્યા હતા.
મૃતકોની ઓળખ અપ્પા કાળે, સુનીલ કાળે અને વૈજનાથ કાળે તરીકે થઈ હતી. જખમી ચારમાંથી એક જણની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : બોલો, સાંતાક્રુઝમાં ચોરી અને વેચાણ થાણેમાંઃ ચોર પાસેથી જપ્ત કર્યાં 110 મોબાઈલ…
આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી 10 જણને તાબામાં લીધા હતા. પોલીસ વધુ તપાસ કરી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)