આમચી મુંબઈ

નાગરિક ઉડ્ડયન સલામતીની ચિંતા સર્વોપરી

એરપોર્ટ નજીક બિલ્ડિંગ બાંધવા માટે ઊંચાઈનાં નિયંત્રણો હળવાં કરવા બદલ હાઈ કોર્ટે મ્હાડાના કાન આમળ્યા

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ૪૦ માળની બિલ્ડિંગ બાંધવા માટે ઊંચાઈનાં નિયંત્રણો હળવાં કરવા બદલ બોમ્બે હાઈ કોર્ટે મ્હાડાના કાન આમળ્યા છે. સિવિલ એવિયેશન સેફ્ટી નોર્મ્સમાં કોઇ છૂટછાટ ફક્ત એટલા માટે આપી શકાતી નથી, કારણ કે પ્રોજેક્ટના પ્રસ્તાવક એક જાહેર સત્તા છે. ઉડ્ડયન સલામતીને ડેવલપરની ઓળખ સાથે કશી લેવાદેવા નથી, એવું હાઈ કોર્ટે તેના ૧૦મી જાન્યુઆરીના આદેશમાં જણાવ્યું હતું.

૪૦ માળની બિલ્ડિંગ બાંધવા માટે ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઊંચાઈનાં નિયંત્રણો હળવાં કરવાની મ્હાડાની અરજીને ફગાવતાં ન્યાયાધીશ ગૌતમ પટેલ અને કમલ ખાટાએ એપેલેટ ઓથોરિટીના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના આદેશની નોંધ લેતાં કહ્યું હતું કે સંભવત: નાગરિક ઉડ્ડયન સલામતીની ચિંતા સર્વોપરી છે. મ્હાડાએ કોપરી ગામ, પવઈ ખાતે સરેરાશ દરિયાઈ સપાટી (એએમએસએલ)થી ૧૧૫.૫૪ મીટરની ઊંચાઈ અથવા લગભગ ૪૦ માળની બિલ્ડિંગમાં ૫૬૦ ટેનામેન્ટની ઓછી કિંમતના આવાસની પ્રપોઝલ કરી હતી. આ સ્થળ એરપોર્ટની ૪ કિમી ત્રિજ્યામાં આવે છે. ૧૦મી ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કમિટીએ ૫૮.૮ મીટર એએમએસએલને મંજૂરી આપી હતી. જોકે ૧૫મી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ એપેલેટ ઓથોરિટીએ ૯૬.૬૮ મીટર એએમએસએલને મંજૂરી આપી હતી.મ્હાડાએ એપેલેટ ઓથોરિટીના આદેશને રદ કરવા માટે હાઈ કોર્ટમાં અરજી કરી હતી, કારણ કે ઊંચાઈમાં ઘટાડો કરવાથી ટેનામેન્ટની સંખ્યા ઘટીને ૩૯૨ થઇ જશે. મ્હાડાએ હાઈ કોર્ટને ૧૧૫.૫૪ મીટર નાગરિક એએમએલએલ સુધી બંધકામ કરવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી. જોકે હાઈ કોર્ટે નિયંત્રણો હળવાં કરવા માટે સ્પષ્ટ નનૈયો ભણ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?