આમચી મુંબઈ

થાણેમાં કુદરતી આફતની નાગરિકને અગોતરા સૂચના મળશે

થાણે ફ્લડ રિસ્ક કંટ્રોલ એક્શન પ્લાનને કારણે આફતનું નિરાકરણ ઝડપી થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાગરિકોને કોઈ પણ પ્રકારની કુદરતી આફતની અગાઉથી જ સૂચના મળી શકે તે પ્રકારની સક્ષમ સિસ્ટમ થાણે મહાનગરપાલિકા બનાવી રહી છે. થાણે પાલિકા દ્વારા કાઉન્સિલ ઑન ઍનર્જી, એન્વાર્યમેન્ટ ઍન્ડ વૉટર સંસ્થા સાથે સંયુક્ત રીતે થાણે ફ્લડ રિસ્ક કંટ્રોલ એક્શન પ્લાન તૈયાર કરી રહી છે, જેના માધ્યમથી કોઈ પણ આફતનો સામનો આ સિસ્ટમના માધ્યમથી સરળતાથી કરી શકાશે અને નાગરિકોને પણ અગાઉથી ચેતવણી આપી શકાશે.

થાણે મહાનગરપાલિકાના કમિશનર સૌરભ રાવના જણાવ્યા મુજબ કોઈ પણ આફતની અગાઉથી ચેતવણી મળ્યા બાદ તેની સાથે જોડાયેલી સિસ્ટમનો કયા પ્રકારે ઝડપથી તે આપતી સામનો કરવો તેના અપેક્ષિત પરિણામ શું છે તેની એક પ્રમાણિત કાર્યપદ્ધતિ તૈયાર કરવામાં થાણે ફ્લડ રિસ્ક કંટ્રોલ એક્શન પ્લાન મદદરૂપ થવાનો છે.

થાણે મહાપાલિકા વિસ્તારમાં અતિવૃષ્ટિના સમયમાં ભરાઈ રહેતા પાણીને કારણે નિર્માણ થનારી પૂરજનક પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે થાણે ફ્લડ રિસ્ક કંટ્રોલ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનની પ્રાથમિક રૂપરેખા તાજેતરમાં થાણે પાલિકા કમિશનર સમક્ષ રાખવામાં આવી હતી.

અતિવૃષ્ટિના સમયમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાતા પાણી, ભરતીના સમયમાં વરસાદના પાણીને ખાડીમાં જવામાં આવતી અડચણ, પાલિકા ક્ષેત્રમાં વરસાદી પાણીનો નિકાલ કરનારી પાણીની પાઈપલાઈનના જાળા, નાળામાં કચરાના ઉપદ્વવને કારણે જુદા જુદા વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય છે.

અમુક વખતે જાનહાનિ થવાનું પણ જોખમ હોય છે. આ તમામ સ્થિતિનો અભ્યાસ કરીને પૂરજનક પરિસ્થિતિને કેવી રીતે નિયંત્રણમાં લાવી તેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. થાણે પાલિકા માટે કાઉન્સિલ ઑન ઍનર્જી, એન્વાર્યમેન્ટ ઍન્ડ વૉટર સંસ્થા એક્શન પ્લાન પર કામ કરી રહી છે. આ જ સંસ્થાએ મહારાષ્ટ્ર સરકાર, થાણે પાલિકા સાથે થાણે મહાનગરપાલિકા વિસ્તાર માટે હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

થાણે ફ્લડ રિસ્ક કંટ્રોલ એક્શન પ્લાનનો ડ્રાફ્ટ બનાવવાનું કામ છ મહિનાથી ચાલી રહ્યું છે. આ પ્લાનમાં પૂરજનક પરિસ્થિતિ માટે કારણભૂત ઘટકો, તેના પર નજીકના અને લાંબા ગાળાના ઉપાય, તેમાંથી સાધ્ય થનારા પરિણામ અને નાગરિકોને તેનો થનારો ઉપયોગ જેવા મુદ્દાઓને સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ પર પાલિકાના સંબંધિત તમામ વિભાગોને આપવામાં આવ્યો હોઈ તેમના સૂચનો લેવામાં આવી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…