રાજ્યના નાગરિકો સીધો ડીજીપીનો સંપર્ક કરી શકશે: રશ્મિ શુક્લા
મુંબઈ: રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાએ પત્ર લખીને રાજ્યની જનતા સાથે સીધો સંવાદ કર્યો છે. તેમાં, તેમણે અપીલ કરી છે કે જો રાજ્યના કોઈપણ નાગરિકને કોઈ તકલીફ હોય અને સંબંધિત પોલીસ અધિકારીઓ પાસેથી ન્યાય ન મળી રહ્યો હોય તો આ બાબત પોલીસ મહાનિર્દેશકના ધ્યાન પર લાવવા આવ્હાન કર્યું છે. મહારાષ્ટ્ર પોલીસના સોશિયલ મીડિયા પર આ પત્ર પોસ્ટ કરવામાં આવ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, “સમગ્ર મહારાષ્ટ્રમાં દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવાની મારી પ્રાથમિકતા છે. હુંપરંતુ એ નોંધવું પણ જરૂરી જણાય છે કે અમુક સ્તરે આપણા પોલીસ દળમાંથી લોકોનો વિશ્વાસ ઘટી ગયો છે. ભૂતકાળની ભૂલોને દૂર કરવાની અને તમારો વિશ્વાસ પાછો મેળવવાની જવાબદારી અમારી છે.અમે પોલીસ અને જનતા વચ્ચે પુન: સેતુ નિર્માણ કરીશું. અમે પોલીસ દળના કોઈપણ સભ્ય દ્વારા હિંસા, શોષણ અથવા દુર્વ્યવહારના કોઈપણ અન્યાયી કૃત્યોને સહન કરીશું નહીં. મારા સાથીદારો અને હું શક્ય તેટલી વહેલી તકે તમને મદદ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.