આમચી મુંબઈ

લાલબાગ, અંધેરી અને દહિસરના નાગરિકોને મળશે શુદ્ધ પાણી

ગળતર અને દૂષિત પાણીને રોકવા પાલિકા ખર્ચશે ₹ ૪૨ કરોડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાલબાગ, અંધેરી, ખાર અને દહિસર જેવા વિસ્તારની પાણીની પાઈપલાઈન જૂની અને જર્જરીત થઈ ગયેલી હોવાથી પાણીપુરવઠો અપૂરતો અને દૂષિત થઈ રહ્યો હોવાની લાંબા સમયથી ફરિયાદ થઈ રહી છે. તેથી પાલિકાએ આ વિસ્તારની જૂની પાઈપલાઈન બદલવાનો નિર્ણય લીધો છે. તેથી બહુ જલદી લાલબાગ, પરેલ, અંધેરી, ખાર, દહિસર જેવા વિસ્તારમાં મબલખ અને શુદ્ધ પાણીપુરવઠો થશે અને નાગરિકોને રાહત મળશે એવો દાવો પાલિકાના પાણીપુરવઠા ખાતાએ કર્યો છે.
મુંબઈને મોડક સાગર, મિડલ વૈતરણા, અપર વૈતરણા, ભાતસા, તાનસા, વિહાર અને તુલસી જેવા સાત જળાશયોમાંથી પ્રતિદિન ૩,૮૫૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. ૧૨૦ કિલોમીટરના અંતર પરથી પાઈપલાઈન દ્વારા મુંબઈને પાણીપુરવઠો થાય છે. આ પાઈપલાઈન બ્રિટીશ જમાનાની હોવાથી જર્જરીત થઈ ગઈ છે. તેમ જ પાણીની ચોરી અને ગળતરને
કારણે ૯૦૦ મિલિયન લિટર પાણી વેડફાઈ જાય છે. તેથી મુંબઈના અનેક વિસ્તારમાં અપૂરતો અને દૂષિત પાણીપુરવઠો થતો હોવાની ફરિયાદો સતત નાગરિકો દ્વારા કરવામાં આવતી હોય છે. તેથી જૂની અને જર્જરીત થયેલી પાઈપલાઈન બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ હોઈ તે પાછળ ૪૨ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
પાલિકાના પાણી પુરવઠા ખાતાના જણાવ્યા મુજબ પશ્ર્ચિમ ઉપનગરમાં ખાર, સાંતાક્રુઝ પૂર્વ અને પશ્ર્ચિમ, અંધેરી પશ્ર્ચિમ અને પૂર્વ, મલાડ, દહિસર પશ્ર્ચિમમાં પાઈપલાઈન બદલવામાં આવવાની છે. તો ગોરેગામ (પશ્ર્ચિમ)માં ૧૦૦ મિલીમીટર, ૧૫૦ મિ.મિ., ૨૫૦ મિ.મિ. અને ૩૦૦ મિ.મિ. વ્યાસની પાઈપલાઈન નાખવામાં આવવાની છે. તે માટે નવ કરોડ ૭૧ લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
એ સિવાય મધ્ય મુંબઈમાં પ્રભાદેવી, દાદર, ધારાવી, માટુંગા, કિંગ સર્કલ, પરેલ, લાલબાગ, વિસ્તારમાં પાઈપલાઈન બદલીને દૂષિત કરનારી પાઈપલાઈન બદલવાનું અને ગળતર રોકવાનું કામ કરવામાં આવશે. તે માટે ૩૧ કરોડ ૯૨ લાખ રૂપિયાનો ખર્ચ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…