આમચી મુંબઈમનોરંજન

મુંબઈમાં શ્રીદેવીના નામે બનાવ્યો ચોકઃ ઉદ્ધાટન પ્રસંગે બોની કપૂર ભાવુક, દીકરી ઉપસ્થિત

બોલીવુડ સુપરસ્ટાર શ્રીદેવીનું ૨૦૧૮માં નિધન થયું હતું. શ્રીદેવીનો મૃતદેહ દુબઈની એક હોટેલના બાથરૂમમાંથી શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો. અભિનેત્રીના નિધન બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ હતો. ફિલ્મ સ્ટાર્સે તેમને અંતિમ વિદાય આપી હતી .

હવે અભિનેત્રીના મૃત્યુના છ વર્ષ બાદ મુંબઈમાં તેના નામે એક ચોક બનાવવામાં આવ્યો છે. ૧૨ ઓક્ટોમ્બર દશેરાના સપરમા દિવસે સાંજે મુંબઈના લોખંડવાલા વિસ્તારના એક ચોકનું નામ અભિનેત્રીના નામ પરથી શ્રીદેવી ચોક રાખવામાં આવ્યું છે. આ ખાસ અવસર પર શ્રીદેવીના પતિ અને નિર્માતા બોની કપૂર હાજર રહ્યા હતા. આ પ્રસંગે બોની કપૂરની સાથે તેમની પુત્રી ખુશી કપૂર પણ હાજર હતી. શબાના આઝમી પણ ઉદ્ઘાટન સમયે શ્રીદેવી ચોકમાં હાજર રહ્યા હતા.

Do you know this female superstar who underwent 29 surgeries to look beautiful?
IMAGE SOURCE – The Economic Times



શ્રીદેવી ચોક લોખંડવાલાના ગ્રીન એકર્સ ટાવર પાસે બનાવવામાં આવ્યો છે. શ્રીદેવી ઘણા વર્ષો અહીં રહી હતી. આ ચોકમાં શ્રીદેવીની તસવીર સાથેનો પિલર લગાવવામાં આવ્યો છે. આ ચોકના ઉદ્ઘાટન પ્રસંગે બોની કપૂર એકદમ ભાવુક દેખાતા હતા. આ સાથે તેની પુત્રી ખુશી કપૂર પણ તેની માતાને ખૂબ જ ભાવુક રીતે યાદ કરતી જોવા મળી હતી.

બોની અને ખુશીએ સ્વર્ગસ્થ શ્રીદેવીને તેમના નામે ચોકનું ઉદ્ઘાટન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સ્થળ ભાવનાત્મક મહત્વ ધરાવે છે અને બોની અને ખુશી સ્થળ પર પહોંચેલી ભીડથી અભિભૂત થઈ ગયા હતા. જ્હાન્વી કપૂર ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહી નહોતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button