આમચી મુંબઈ
દાદરમાં ચિત્રા થિયેટરની કેન્ટિનમાં લાગી આગ: કોઇને ઇજા નહીં

મુંબઇ: મધ્ય મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા ચિત્રા થિયેટરની કેન્ટિનમાં રવિવારે બપોરે આગ લાગી હતી. જોકે આગમાં કોઇને ઇજા પહોંચી નહોતી.
અગ્નિશમન દળના જણાવ્યા અનુસાર દાદર પૂર્વમાં બી.એ. રોડ પર ચિત્રા થિયેટરની કેન્ટિનમાં રવિવારે બપોરે 3.15 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો ફાયર એન્જિન અને વોટર ટેન્કર સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સુરક્ષાના કારણોસર થિયેયર ખાલી કરાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : મુંબઈમાં સિલિન્ડર ફાટતા લાગેલી આગમાં 2 ઘાયલ, હાલત ગંભીર, હોસ્પિટલમાં દાખલ
10 મિનિટમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગમાં કોઇ પણ વ્યક્તિને ઇજા પહોંચી નહોતી. આગનું કારણ જાણી શકાયું નહોતું, એમ પણ તેમણે જણાવ્યું હતું.