બિસ્કિટ ફેક્ટરીમાં મશીનના બલ્ટમાં ફસાતાં બાળકનું મોત
થાણે: થાણે જિલ્લાના અંબરનાથમાં આવેલી બિસ્કિટ ફેક્ટરીમાં મશીનના બૅલ્ટમાં ફસાતાં ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું.
પોલીસના કહેવા મુજબ અંબરનાથમાં સોમવારે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા બાળકની ઓળખ આયૂષ ચૌહાણ તરીકે થઇ હતી.
આયૂષની માતા બિસ્કિટ ફેક્ટરીમાં ટિફિક સેવા પૂરી પાડતી હોવાથી સોમવારે તે માતા સાથે ત્યાં ગયો હતો. આયૂષ મશીનના બૅલ્ટ પર બિસ્કિટ ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે બૅલ્ટમાં ફસાઇ ગયો હતો.
આ પણ વાંચો : થાણેમાં મેટ્રો કોરીડોર માટે પાંચ કંપનીઓએ બતાવ્યો રસ…
ફેક્ટરીના કર્મચારીઓએ આયૂષને બહાર ખેંચી કાઢ્યો હતો અને બાદમાં તેને સારવારાર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
અંબરનાથ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહું હતું કે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ આ પ્રકરણે અમે એડીઆર દાખલ કર્યો હતો. (પીટીઆઇ