મુખ્ય પ્રધાન ફડણવીસ પરિવર્તનક્ષમ છે: ચંદ્રકાંત પાટીલ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુખ્ય પ્રધાન ફડણવીસ પરિવર્તનક્ષમ છે: ચંદ્રકાંત પાટીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રકાંત પાટીલે રવિવારે એવો સંકેત આપ્યો હતો કે જો મરાઠા અનામતના મુદ્દાનો ઉકેલ આવી શકતો હશે તો જ મુખ્ય પ્રદાન દેવેન્દ્ર ફડણવીસ હસ્તક્ષેપ કરી શકે છે. મુખ્ય પ્રધાન અક્કડ નહીં, પરિવર્તનક્ષમ વલણ ધરાવે છે. ઉકેલ આવતો હોય તો મુખ્ય પ્રધાન આઝાદ મેદાનમાં જઈ શકે છે, પરંતુ તેમનું અપમાન કરવા માટે આઝાદ મેદાન જવા દેવામાં આવશે નહીં.

સોલાપુરમાં પત્રકારો સાથે વાત કરતા પાટીલે કહ્યું હતું કે, ‘મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ક્યારેય અક્કડ વલણ ધરાવતા નથી હોતા, પરંતુ કેટલીક બંધારણીય મર્યાદાઓ હોય છે. સામાન્ય રીતે, પ્રતિનિધિમંડળો મુખ્ય પ્રધાનને મળવા આવે છે, તેનાથી વિપરીત નહીં. જોકે, તેઓ એટલું પરિવર્તનક્ષમ વલણ ધરાવે છે કે તેઓ જઈ પણ શકે છે, પરંતુ તેમને માત્ર અપમાન માટે જવા દેવાય નહીં, ઉકેલ આવવો જોઈએ.’

અજિત પવાર સ્પષ્ટવક્તા છે: ચંદ્રકાંત પાટીલ

આ પહેલા, એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે શનિવારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે એકંદર અનામત પર બાવન ટકાની ટોચમર્યાદા મૂકી છે અને તેને વધારવા માટે બંધારણીય સુધારો જરૂરી હતો.

તેના પર પ્રતિક્રિયા આપતા, હરીફ એનસીપી જૂથના વડા, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે તેમના અલગ થયેલા કાકા પર કટાક્ષ કર્યો અને કહ્યું, ‘આ માહિતી આપનાર વ્યક્તિ ઘણા વર્ષોથી સત્તામાં હતી. તેઓ દસ વર્ષ કેન્દ્ર સરકારમાં હતા. તેઓ આદરણીય છે અને આદરને પાત્ર છે. મને વધુ બોલવા માટે મજબૂર ન કરો.’

શરદ પવારની અનામત મુદ્દે ટિપ્પણી પર નાયબ મુખ્ય પ્રધાનના પ્રતિભાવ વિશે પૂછવામાં આવતા, પાટીલે કહ્યું કે તેમની શૈલીમાં તફાવત છે.

‘દેવેન્દ્રજી કઠોર સત્ય બોલવાનું પણ ટાળે છે, જ્યારે અજિતદાદા સ્પષ્ટવક્તા છે. તેઓ ઇતિહાસ જાણે છે કારણ કે તેઓ પહેલા દરેક નિર્ણયનો ભાગ હતા. અજિતદાદા બધું જાણે છે,’ એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો…સીએમ ફડણવીસે અડધી રાત્રે કરી બેઠકઃ મરાઠા આરક્ષણ મામલે જાણો લેટેસ્ટ અપડેટ્સ

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button