મહિલા સશક્તિકરણનું સપનું સાકાર કરશું: મુખ્યમંત્રી એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકારે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ હેઠળ 1 કરોડ મહિલાઓના ખાતામાં બે હપ્તા જમા કરાવ્યા છે. અન્નપૂર્ણા યોજના હેઠળ ત્રણ ગેસ સિલિન્ડર આપવાની યોજના શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકાર છોકરીઓ માટે મફત ઉચ્ચ શિક્ષણ અને મહિલાઓ માટે એસટી પ્રવાસમાં રાહતો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કાર્યરત છે એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે તેમણે મુખ્ય પ્રધાન મહિલા સશક્તિકરણ ઝૂંબેશ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ કર્યો છે.
આ પણ વાંચો: એમએમઆરના વિકાસ માટે ફાળવાયા રુ. 80,000 કરોડ: એકનાથ શિંદે
દેશમાં 3 કરોડ લખપતી દીદીઓ બનાવવાની પ્રક્રિયામાં મહારાષ્ટ્ર મુખ્ય ભૂમિકા ભજવશે. રાજ્યમાં 50 લાખ દીદીઓનો લખપતિ દીદી યોજનામાં સમાવેશ થાય છે. અનેક બહેનો નાના-મોટા ઉદ્યોગો કરીને પરિવારને આગળ લઈ જવાની પહેલ કરી રહી છે. રાજ્યમાં 25 હજાર સ્વ-સહાય જૂથોને 30 કરોડની લોન આપવામાં આવી છે એમ જણાવતાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેમના ઉત્પાદનો માટે બજાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Badlapur Horror: ‘બહેન ખરેખર લાડકી હોય તો તેની માટે…’ Raj Thackerayની મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સલાહ
દેશને મહાસત્તા બનાવવા માટે મહિલાઓની ભાગીદારી જરૂરી છે. આ માટે કેન્દ્ર સરકારનો સહયોગ મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે પોર્ટના વિકાસ માટે 76 હજાર કરોડનું ભંડોળ ફાળવ્યું છે. મેટ્રો પ્રોજેક્ટમાં મદદ કરી છે. રાજ્યમાં ડુંગળી, કપાસ, દૂધ, સોયાબીનના સારા ભાવ મેળવવાની દ્રષ્ટિએ તે સિંચાઈ યોજનાઓને ચોક્કસપણે મદદરૂપ થશે તેવો પણ વિશ્ર્વાસ મુખ્ય પ્રધાને વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે નેપાળમાં અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને રાજ્ય સરકાર પાંચ લાખ રૂપિયાની મદદ કરશે.