બોલો, એકનાથ શિંદેએ શા માટે કર્યું આ સાઇટનું સરપ્રાઈઝ ચેકિંગ?

મુંબઇ: મુંબઇની સ્વચ્છતા તથા વધી રહેલ પ્રદૂષણ અંગે મુંબઇ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર ઉપાયોનું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે વહેલી સવારે અચાનક અન્સ્પેક્શન કર્યું હતું. વહેલી સવારે મુંબઇના બાદ્રા, સાંતાક્રુઝ, જૂહુ જેવા વિસ્તારોની મુલાકાત લઇને તેમને ચાલી રહેલા કામનું ઇન્સ્પેક્શન કર્યું. તથા તેમાં કેટલાંક ફેરફારો પણ સૂચવ્યા હતાં.
મુંબઇમાં વધી રહેલ પ્રદૂષણ અને ધૂળ ઓછી કરવા માટે રસ્તા ધોવામાં આવ્યા છે. તેમજ રસ્તાની બાજુમાં જમા થનાર ધૂળ અને માટી કાઢવા માટે વાપરવામાં આવનાર સ્વયંસંચાલિત વાહનોઅને ફોગ મશીનની પણ ચકાસણી કરી હતી. ઉપરાંત ઠેરઠેર સફાઇ કર્મચારીઓ દ્વારા કરવામાં આવનાર કામની પણ જાણકારી મુખ્ય પ્રધાને મેળવી હતી. ઉપરાંત મુંબઇ શહેર સ્વચ્છા અને સુંદર દેખાય તે માટે કેટલાંક સૂચનો પણ આપ્યા હતાં.
આ કામની શરુઆત બાંદ્રામાં આવેલ કલાનગર વિસ્તારમાંથી કરવામાં આવી હોય તો પણ આખી મુંબઇ આપડે સ્વચ્છ કરવાની છે એવો અભિપ્રાય મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યો હતો.
મુંબઇ સ્વચ્છ રાખવા માટે મહત્વનું યોગદાન આપનારા સફાઇ સેવકો સાથે પણ તેમણે વાતચિત કરી હતી. તા તેમની કામગીરી અંગેની જાણકારી મેળવી હતી. તેમનું સમાજમાં કેટલું મહત્વ છે તેની તેમને જાણ થાય તે માટે એકનાથ શિંદેએ આ સફાઇ કર્મચારીઓ સાથે ચ્હા પણ પીધી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે મ્યુનિસીપલ કમીશનર ઇકબાલ સિંહ ચહલ, એડિશનલ કમીશનર સુધાકર શિંદે તથા મુંબઇ મહાનગરપાલિકાના તમામ સિનિયર અધિકારીઓ, કર્મચારીઓ તથા શિવસેનાના પદાધિકારીઓ અને સફાઇ કર્મચારીઓ પણ ઉપસ્થિત હતાં.