પુત્રવધૂને રૂપિયા માટે સાસરિયાંએ આપ્યો ત્રાસ: પતિ, અન્ય પાંચ પકડાયા...

પુત્રવધૂને રૂપિયા માટે સાસરિયાંએ આપ્યો ત્રાસ: પતિ, અન્ય પાંચ પકડાયા…

છત્રપતિ સંભાજીનગર: પુત્રવધૂના હાથ-પગ પર સોલ્ડરિંગ મશીનથી ડામ આપી તેને ત્રાસ આપવા બદલ પોલીસે પતિ તથા પરિવારના અન્ય પાંચ સભ્યને તાબામાં લીધા હતા. ફૂલાંબરી વિસ્તારની રહેવાસી પીડિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેના સાસરિયાં તેને ત્રાસ આપી રહ્યા હતા અને પિયરથી પચીસ લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરી રહ્યા હતા.

પીડિતાએ દાવો કર્યો હતો કે તેના હાથ-પગ બાંધી સોલ્ડરિંગ મશીનથી તેને ડામ આપવામાં આવ્યા હતા. પોલીસે સોમવારે પીડિતાના પતિ, સાસુ સહિત પાંચ જણને તાબામાં લીધા હતા અને તેમની પૂછપરછ ચાલી રહી છે. ફુલાંબરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ચૌકા ગામમાં રહેતી પીડિતાના લગ્ન આઠ વર્ષ અગાઉ થયાં હતાં અને તેને પાંચ વર્ષનો પુત્ર છે.

દરમિયાન પિયરથી પચીસ લાખ રૂપિયા લાવવા માટે સાસરિયાં દબાણ કરી રહ્યા હતા અને ઘણા સમયથી ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વિનયકુમાર ચૌબેએ જણાવ્યું હતું કે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીડિતા લાંબા સમયથી ત્રાસ સહન કરી રહી હતી અને તે તાજેતરમાં ફરિયાદ નોંધાવવા આગળ આપી હતી. (પીટીઆઇ)

Back to top button