આમચી મુંબઈ

મુંબઈની હોસ્પિટલમાં ભુજબળની હૃદયની સર્જરી, તબિયત સ્થિર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન છગન ભુજબળનું સોમવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં હૃદયની સર્જરી કરવામાં આવી હતી અને તેમની તબિયત સ્થિર છે, એવી માહિતી તેમના નજીકના સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.

78 વર્ષના એનસીપી નેતા પર જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો. રમાકાંત પાંડાના માર્ગદર્શન હેઠળ એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સર્જરી કરવામાં આવી હતી, એવી પણ જાણકારી આપવામાં આવી હતી.

આપણ વાચો: મરાઠા અનામત જીઆર: છગન ભુજબળનું પહેલું મોટું પગલું: મુખ્ય પ્રધાન સામેની નારાજી વ્યક્ત કરવા કેબિનેટની બેઠકનો બહિષ્કાર

ડોક્ટરોએ ભુજબળને આગામી થોડા દિવસો આરામ કરવાની સલાહ આપી છે જેથી તેઓ સ્વસ્થ થઈ શકે. તબીબી સલાહને અનુસરીને અન્ન, નાગરી પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ખાતાના પ્રધાન આ સમયગાળા દરમિયાન કોઈને મળશે નહીં, એમ તેમના તરફથી જણાવવામાં આવ્યું છે.

‘તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ટૂંક સમયમાં પોતાની સત્તાવાર ફરજો ફરી શરૂ કરે તેવી અપેક્ષા છે,’ એમ પણ જણાવવામાં આવ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button