આમચી મુંબઈમહારાષ્ટ્ર

પાલઘરમાં કેમિકલ ભરેલું ટેન્કર ઊંધું વળ્યું: ચાર કલાક સુધી ટ્રાફિકને અસર

પાલઘર: પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર કેમિકલ ભરેલું ટેન્કર ઊંધું વળી ગયું હતું, જેને કારણે વ્યસ્ત માર્ગ લગભગ ચાર કલાક સુધી ટ્રાફિકને અસર થઇ હતી.

જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે મહાલક્ષ્મી-વિવલવેડે ગામની નજીક બુધવારે સાંજે વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. જોકે તેમાં કોઇને ઇજા પહોંચી નહોતી.


ગુજરાતના વાપીથી ટેન્કર પાલઘરના બોઇસર ખાતે જઇ રહ્યું હતું ત્યારે તે ઊંધું વળી ગયું હતું અને તેમાંથી કેમિકલ રસ્તા પર ઢોળાયું હતું.

દરમિયાન અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમણે માર્ગ પર પાણીનો મારો ચલાવ્યો હતો, જ્યાં ટેન્કરમાંથી કેમિકલ ઢોળાયું હતું.


આ અકસ્માતને કારણે માર્ગ પર ચાર કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો. ટેન્કરને બાદમાં માર્ગ પરથી હટાવવામાં આવ્યું હતું, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button