આમચી મુંબઈ
ચેંબુર, ગોંવડી, દેવનારમાં ગુરુવારના ૧૨ કલાક પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાશીનાકા ખાતે પાણીની પાઈપલાઈન સંદર્ભમાં મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગ મારફત કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી ગુરુવારના ૧૨ કલાક પુરતો એમ-પૂર્વ અને એમ-પશ્ર્ચિમ વોર્ડના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.
આ પણ વાંચો : થાણે શહેરમાં ૧૦ ટકા પાણી કાપ અમલમાં
વાશીનાકામાં બી.ડી. પાટીલ માર્ગ પર ગવાણપાડા, એચ.સી.એલ. રિફાઈનપી દેવા વિસ્તારમાં લાંબા સમયથી ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થતો હોવાની ફરિયાદ આવી રહી હતી. તેથી પાલિકાએ તેમાં સુધારણા કરવાનું કામ હાથમાં લીધું છે. આ કામ ગુરુવાર, ૧૩ જૂન ૨૦૨૪ના કરવામાં આવવાનું છે, તેથી ગુરુવાર સવારના ૧૧ વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી ચેંબુર, ગોવંડી અને દેવનારના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.