BMC Election 2026: મતદાર યાદીમાં નામ છે કે નહીં? આ રીતે મિનિટોમાં ચેક કરો અને મતદાનની ફરજ બજાવો…

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 15મી જાન્યુઆરીના મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાવવાની તૈયારીઓ અંતિમ પડાવ પર છે. જ્યારે 16મી જાન્યુઆરીના રોજ આ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ સહિત રાજકીય પક્ષો પણ મતદાર રાજાને મતદાનની ફરજ બજાવવા માટે અપીલ કરી રહ્યા છે, ત્યારે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં, તમારું પોલિંગ બૂથ કયું છે એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે કઈ રીતે તમે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ તપાસી શકશો…
ઘણી વખત એવું બને છે કે મતદાતા પાસે વોટર આઈડી હોવા છતાં પણ મતદાર યાદીમાં નામ ના હોવાને કારણે મતદાનથી વંચિત રહી જાય છે. આ સિવાય પોલિંગ બૂથ શોધવામાં પણ ખાસ્સી એવી મગજમારી કરવી પડે છે. આજે અમે અહીં તમારા માટે મતદાર યાદીમાં તમારું નામ અને પોલિંગ બૂથ કઈ રીતે તપાસી શકો છો એની માહિતી લઈને આવ્યા છીએ.
આ રીતે તપાસો મતદાર યાદીમાં તમારું નામ-
⦁ સૌથી પહેલાં તો ભારતીય ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઈટ electoralsearch.eci.gov.in પર વિઝીટ કરો
⦁ હવે તમને બે ઓપ્શન દેખાશે જેમાં તમે તમારા નામ કે પછી વોટર આઈડી નંબર પરથી નામ શોધવા માંગો છો એવું પૂછવામાં આવશે
⦁ તમે તમારું વોટર આઈડી પરનું નામ ટાઈપ કરીને, તમારા વિધાનસભા મતદાર સંઘની માહિતી ભરીને તમારું નામ છે કે નહીં એ તપાસી શકો છો
⦁ આ સિવાય તમે તમારા વોટર આઈડી નંબર પરથી પણ મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ તપાસી શકો છો
⦁ બંનેમાંથી જે પણ ઓપ્શન સિલેક્ટ કરો છો એની માહિતી ભર્યા બાદ કેપ્ચા ફીલ કરીને ડિટેઈલ્સ સબમિટ કરો
મતાધિકાર એપ પણ છે કામની
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા મતાધિકાર મોબાઈલ એપ બનાવવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરીને તમે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ તપાસી શકશો. આ એપમાં તમે તમારું નામ લખીને કે પછી ઈપીઆઈસી નંબર નાખીને મતદાર યાદીમાં તમારું નામ અને પોલિંગ બૂથની માહિતી જાણી શકો છો.
આ પણ છે એક ઓપ્શન
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે કે તમે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ શોધવા માટે https://mahasecvoterlist.in/ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. આ સાઈટ પર સર્ચ નેમ ઈન વોટર લિસ્ટ ઓપ્શન પર ક્લિક કરીને તમે એપની જેમ જ નામ કે ઈપીઆઈસી નંબર નાખીને ડિટેઈલ્સ તપાસી શકો છો.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ ચોક્કસ શેર કરો, જેથી તેમને કોઈ મુશ્કેલી ના પડે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો… ચાલો મતદાન કરીએ, વિકાસની દિશામાં પ્રયાણ કરીએ…
આ પણ વાંચો…BMC ચૂંટણી 2026: અપક્ષ ઉમેદવારો સંખ્યામાં મોટો ઘટાડો; જાણો શું છે કારણ…



