બોલો! સ્વચ્છ ભારત અભિયાન વખતે રાયગઢના કિનારાના વિસ્તારમાં મળી આવ્યું ચરસ: પોલીસે 8 પેકેટ કર્યા જપ્ત
રાયગઢ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જંયતીની ઉજવણીના ભાગ રુપે 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત અભિયાન માટે લોકોને અપીલ કરી હતી. જેના ભાગ રુપે મહારાષ્ટ્રમાં ઠેર ઠેર આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને પણ આ અભિનયાનમાં ભાદગીદારી નોંધાવી છે. જોકે રાયગઢમાં સ્વચ્છતા અભિયાન વખતે ચકસના પેકેટ મળી આવ્યા હતાં. રાયગઢ-અલિબાગ તાલુકામાં વરસોલી સમુદ્રના કિનારે આ ચરસના પેકેટ મળી આવ્યા હતાં. સ્વચ્છતા આભિયાન ચાલી રહ્યું હતું દરમીયાન આ પેકેટ મળી આવ્યા હતાં.
પાછલાં એક મહિનાથી આ જ કિનારાના વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી રહ્યાં છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે રાયગઢ જિલ્લા પરિષદ દ્વારા હાથ ધરવામાં આવેલ સ્વચ્છતા અભિયાન દરમીયાન વરસોલી સમૃદ્ર કિનારા પરથી ચરસ ભરેલી થેલીઓ મળી આવી હતી. રાયગઢ જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. ભરત બાસ્ટેવાડે જિલ્લા પોલીસ અધિક્ષક સોમનાથ ધાર્ગેનો સંપર્ક કરી તેમને ચરસ મળી આવ્યું હોવાની જાણ કરી. પોલીસે આ અંગે પંચનામુ કરી આ જ વિસ્તારમાં વધુ શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારે સવારે સાત વાગ્યાથી રાયગઢ જિલ્લા પરિષદ દ્વારા વરસોલી સમુદ્ર કિનારાને સાફ કરવાના અભિયાનની શરુઆત કરવામાં આવી હતી. મુખ્ય કિનારા પર સફાઇ કરતી વખતે એક કર્મચારી ને પ્લાસ્ટીકની એક મોટી થેલી મળી આવી હતી. તેની ઉપર કચરો હોવાથી તે બહાર કાઢવામાં થોડો સમય લાગ્યો હતો. બહાર કાઢવામાં આવેલ થેલીમાંથી વધુ આઠ થેલી મળી આવી હતી. આ તમામ થેલીઓમાં ચરસ હોવાની શક્યતા આ કર્મચારીએ વ્યક્ત કરી હતી. આ અંગેની જાણ જિલ્લા પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અને ચકાસતા તેમાં ચરસ હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે આવી જ ચરસની થેલીઓ પાછલા મહીનામાં પણ રાયગઢના કિનારા પરથી મળી આવી હતી. લગભઘ આઠ કરોડનો માલ જપ્ત કર્યો હોવાની જાણકારી પોલીસે આપી હતી.