આમચી મુંબઈ

મઝગાંવ યાર્ડમાં એન્જિન ડિરેલ થવાને કારણે મધ્ય રેલવેમાં ધાંધિયા

મુંબઈ: મુંબઈ સબઅર્બનમાં લોકલ ટ્રેનો રાબેતા મુજબ ચાલે તો પ્રવાસીઓને રાહત થાય પણ એક દિવસ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે પ્રવાસીઓને રોજ હાલાકી પડે છે. આજે મધ્ય રેલવેમાં મઝગાવ યાર્ડમાં ટ્રેનનું એન્જિન ડિરેલ (રેલવેના પાટા પરથી ઉતરી ટ્રેનનું ઉતરી જવા)થવાને કારણે ટ્રેન સેવા પર અસર પડી છે.

મઝગાવ યાર્ડ ખાતે આજે બપોરે ૧૨.૪૩ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. મઝગાવ ખાતે ટ્રેનના શન્ટિંગ માટેનું એન્જિનનું એક વ્હીલ ટ્રેક પરથી ખડી પડવાને કારણે ભાયખલાથી સીએસએમટી વચ્ચેની અપ અને ડાઉન લાઈનની ટ્રેન સેવા પર અસર પડી છે. ઉપરાંત, અપ ફાસ્ટ લાઈન ટ્રેનસેવા પર અસર થવાને કારણે પ્રવાસીઓ માટે ટ્રેનમાં ટ્રાવેલ કરવાની મુશ્કેલી પડી હતી. ભાયખલાથી કલ્યાણ સીએસએમટી ટ્રેન ચાર નંબર પર રોકી લેવામાં આવી હતી. આ ઉપરાંત, હૈદરાબાદ સીએસએમટી અને નિઝામુદ્દીન સીએસએમટી એક્સપ્રેસને પરેલ ખાતે રોકવામાં આવી હતી. દરમ્યાન માટુંગાથી તમામ અપ ફાસ્ટ લોકલની લોકલ ટ્રેનને સ્લો ટ્રેક પર ડાઇવર્ટ કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. બપોરના બે વાગ્યાના સુમારે ટ્રેકનું મરમ્મત કામ પૂરું કર્યા પછી ટ્રેક સેફ હોવાનું જણાવ્યા પછી ટ્રેન-વ્યવહાર પણ રાબેતા મુજબ ચાલુ રહ્યો હતો. ૧.૫૭ વાગ્યાના સુમારે ટ્રેક સેફટીનું પ્રમાણપત્ર આપ્યા પછી ટ્રેનોને સ્પીડ રિસ્ટ્રિક્શન સાથે શરુ કરી હોવાનું મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

આ મુદ્દે કલ્યાણના એક પ્રવાસીએ કહ્યું હતું કે પ્રવાસીઓ લોકલ ટ્રેનો હવે ટેવાઈ ગયા છે. રોજ કોઈના કોઈ કારણસર ટ્રેન મોડી પડે છે પણ એના માટે રેલવે માટે કોઈ નક્કર કારણ હોતું નથી. એક કારણસર નહિ અનેક કારણસર પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવામાં હાલાકી પડી રહી છે પણ રેલવે ખાલી ઓનલાઇન જાહેરાત કરીને છટકી જાય છે. આ મુદ્દે નક્કર પગલાં ભરવામાં સંદતર નિષ્ફળ રહ્યું છે, એમ અન્ય એક પ્રવાસીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button