કલ્યાણ અને થાણે લોકસભા મતદારસંઘમાંથી કોણ ચૂંટણી લડશે? ભાજપના પ્રદેશાધ્યક્ષે આપ્યો જવાબ….

થાણે: ભાજપ અને શિવસેના શિંદે જૂથ ભલે એકસાથે હોવાનું દેખાઇ રહ્યું છે, પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું હોમ ગ્રાઉન્ડ કહેવાતા થાણેમાં સ્થાનિક સ્તરે બંને પક્ષોના નેતા અને કાર્યકર્તાઓમાં વિવાદ થઇ રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. છેલ્લાં કટેલાંક દિવસોથી ભાજપ અને શિંદે જૂથમાં ચાલી રહેલ વિવાદની અનેક ઘટનાઓ બધાની સામે આવી છે.
ત્યારે હવે આગામી લોકસભાની ચૂંટણીમાં કલ્યાણ અને થાણે લોકસભા મતદારસંઘની બેઠક કોને ફાળે જશે તે પણ એક વિવાદનો વિષય બની ગયો છે. ત્યારે હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ આ અંગે સ્પષ્ટતા કરી છે. આ અંગે મીડિયા સાથે વાત કરતાં ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, થાણે અને કલ્યાણ લોકસભા મતદારસંઘમાં બેઠકોની માંગણી હજી સુધી કોઇએ કરી નથી. કેન્દ્રિય સમિતી આ અંગે નિર્ણય લેશે. એમ બાવનકુળેએ જણાવ્યું હતું.
થાણે અને કલ્ણાય મતદારસંઘ પર ભાજપ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે શિંદે જૂથ દ્વારા પણ થાણે અને કલ્યાણ મતદારસંઘ પર દાવો થઇ રહ્યો છે. આ પ્રશ્નના જવાબમાં બાવનકુળેએ જણાવ્યું હતું કે, થાણે અને કલ્યાણની બેઠકો બાબતે હજી કોઇએ માંગણી કરી નથી. અથવા તો કોઇની માટે પણ આ મતદારસંઘ છોડવામાં આવ્યો નથી. એકનાથ શિંદે, અજિત પવાર અને ભાજપની કેન્દ્રિય સમિતી આ અંગેનો નિર્ણય લેશે.